India

28 ધારાસભ્ય ધરાવતી ભાજપને 32 વોટ કેવી રીતે મળ્યા? અબ્દુલ્લાએ કહ્યું- અમારામાં કોઈએ ક્રોસ વોટિંગ નથી કર્યું

By GS TEAM
25 Oct 20252 mins read
TukuTouch Logo
જમ્મુ અને કાશ્મીરની ચાર રાજ્યસભા બેઠકોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં નેશનલ કોન્ફરન્સને ત્રણ અને બીજેપીને એક બેઠક મળી છે. બીજેપીની આ જીત બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તેમના ઉમેદવારને ચાર વધારાના મત કેવી રીતે મળ્યા! તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અમારી પાર્ટીના કોઈ પણ ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું નથી. તેથી, આ ચાર વધારાના વોટ ક્યાંથી આવ્યા તે મોટો પ્રશ્ન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

28 ધારાસભ્ય ધરાવતી ભાજપને 32 વોટ કેવી રીતે મળ્યા? અબ્દુલ્લાએ કહ્યું- અમારામાં કોઈએ ક્રોસ વોટિંગ નથી કર્યું

Jammu and Kashmir Rajya Sabha Election: જમ્મુ અને કાશ્મીરની ચાર રાજ્યસભા બેઠકોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં નેશનલ કોન્ફરન્સને ત્રણ અને બીજેપીને એક બેઠક મળી છે. બીજેપીની આ જીત બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તેમના ઉમેદવારને ચાર વધારાના મત કેવી રીતે મળ્યા! તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અમારી પાર્ટીના કોઈ પણ ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું નથી. તેથી, આ ચાર વધારાના વોટ ક્યાંથી આવ્યા તે મોટો પ્રશ્ન છે.

NCના વોટ અકબંધ, છતાં વોટ રદ!

ઓમર અબ્દુલ્લાએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, નેશનલ કોન્ફરન્સના બધા જ વોટ સુરક્ષિત રહ્યા, કારણ કે અમારા એજન્ટે દરેક મતપત્રક (સ્લિપ) ચકાસી લીધું હતું. તો પ્રશ્ન એ થાય કે તે કયા ધારાસભ્યો હતા જેમણે જાણી જોઈને ખોટો વરિષ્ઠતા ક્રમાંક (preference number) આપીને પોતાના વોટ રદ કરાવ્યા?"

આગળ, ઓમર અબ્દુલ્લા પડકાર ફેંકતા કહ્યું કે, અમને વોટ આપવાનું વચન આપ્યા બાદ બીજેપીને મદદ કરી હોવાની વાત સ્વીકારવાની હિંમત શું તેઓ કરી શકશે? બીજેપીની 'સિક્રેટ ટીમ'નો કોઈ સભ્ય પોતાનો અંતરાત્મા વેચ્યાની કબૂલાત કરે છે કે નહીં, તે જોવાનું રહે છે.

ઓમર અબ્દુલ્લાએ લગાવ્યો દગાખોરીનો આરોપ 

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં બીજેપી પાસે 28 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, તેમ છતાં તેમના ઉમેદવાર સત શર્માને 32 વોટ મળ્યા, જે તેમના સંખ્યાબળ કરતાં ચાર વધારે છે. ઓમર અબ્દુલ્લાનો પ્રશ્ન મુખ્યત્વે આ ચાર વધારાના વોટ વિશે છે. જમ્મુ અને કાશ્મીરની ચાર બેઠકો માટે યોજાયેલી ચૂંટણી માટે ત્રણ અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા હતા. પ્રથમ નોટિફિકેશનમાં નેશનલ કોન્ફરન્સના ચૌધરી મોહમ્મદ રમઝાન સામે બીજેપીના અલી મોહમ્મદ મીર સ્પર્ધામાં હતા, જેમાં નેશનલ કોન્ફરન્સના ઉમેદવારને 58 વોટ મળ્યા જ્યારે બીજેપીના ઉમેદવારને તેમના સંખ્યાબળ મુજબ માત્ર 28 વોટ જ મળી શક્યા.

આ પણ વાંચો: કોણી મારી, ચૂંટિયો ભર્યો... મંચ પર ગડકરીની સામે બે મહિલા અધિકારીઓ ઝઘડ્યા, VIDEO વાઇરલ

બીજી બેઠક પર નેશનલ કોન્ફરન્સના સજ્જાદ કિચલૂનો સીધો મુકાબલો બીજેપીના રાકેશ મહાજન સામે હતો. કિચલૂને 57 વોટ મળ્યા અને એક વોટ રદ થયો. બીજેપી ઉમેદવારને 28 વોટ મળ્યા. ત્રીજું નોટિફિકેશન બે બેઠકોની ચૂંટણીને લઈને હતું. નેશનલ કોન્ફરન્સે બંને બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. નેશનલ કોન્ફરન્સે જીએસ ઓબેરોય ઉર્ફે શમી ઓબેરોય અને ઈમરાન નબી ડારને મેદાનમાં ઉતાર્યા હતા. વળી, બીજેપીએ જમ્મુ અને કાશ્મીર અધ્યક્ષ સત શર્માને ઉમેદવાર બનાવ્યા હતા.

નેશનલ કોન્ફરન્સના શમ્મી ઓબેરોયને 31 વોટ મળ્યા, જ્યારે ડાર 21 વોટ જ મેળવી શક્યા. બીજેપીના સત શર્માને 32 વોટ મળ્યા. ત્રણ વોટ રદ થયા. સત શર્માની તરફેણમાં અપક્ષ ધારાસભ્યોએ મતદાન કર્યું હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે.