Get The App

અગ્નિવીર અને ખેડૂતોની નારાજગી છતાં ભાજપનો ભવ્ય વિજય, આ વ્યૂહનીતિ કામ લાગી

Updated: Oct 8th, 2024

GS TEAM

Google News
Google News
અગ્નિવીર અને ખેડૂતોની નારાજગી છતાં ભાજપનો ભવ્ય વિજય, આ વ્યૂહનીતિ કામ લાગી 1 - image


Haryana Assembly Election : હરિયાણા વિધાનસભાનું પરિણામ ચોંકાવનારું નથી, આશ્ચર્યજનક પણ ન કહેવાય. જો તમે ભાજપની રાજનીતિ અને રણનીતિને નજીકથી જાણશો, તો હરિયાણાનું પરિણામ એ જ પ્રમાણેનું છે.હકીકતમાં હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસે ખેડૂતો, સૈનિકો અને કુસ્તીબાજોનો મુદ્દો ખૂબ ઉઠાવ્યો હતો. ખાસ કરીને ખેડૂતોના મુદ્દાઓ પર કોંગ્રેસે ભાજપને ખૂબ ઘેરી હતી, અને ત્યાં સુધી કહ્યું કે જો હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે, તો શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતો પોતાની માંગણીઓ માટે દિલ્હી જવા માટે હરિયાણાની સરહદો ખોલી દેવામાં આવશે. ખાસ કરીને જાટ સમુદાયને ભાજપમાંથી બહાર કરવા માટે આ રણનીતિ બનાવી હતી.

એક બાજુ એવું જોવા મળી રહ્યું હતુ કે, હરિયાણાના ખેડૂતો ભાજપથી નારાજ છે, તેથી આ વખતે ખેડૂતો ભાજપને બરોબર પાઠ ભણાવશે. પરંતુ હવે જે રીતે પરિણામો આવ્યા તેને જોતા નથી લાગતું કે, કે ખેડૂતો નારાજ હતા.

શું ખરેખર ખેડૂતો નારાજ હતા?

હરિયાણા ચૂંટણીમાં બીજો સૌથી મોટો મુદ્દો 'જવાન' નો હતો, કોંગ્રેસે આ મુદ્દાને સીધો અગ્નિવીર સાથે જોડી દીધો હતો, કારણ કે સેનામાં લગભગ 10 ટકા સૈનિકો હરિયાણાના છે. જ્યારે હરિયાણાની વસ્તી આશરે 3 કરોડની છે. એટલું જ નહીં ખેડૂતો અને સૈનિકોનો મુદ્દો હરિયાણાના દરેક ઘર સાથે જોડાયેલો છે. કોંગ્રેસે કેન્દ્ર સરકારની 'અગ્નવીર યોજના' ને સૈનિકો સાથે સૌથી મોટી છેતરપીંડી ગણાવી હતી. જો કે, લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે દેશભરમાં આ જ મુદ્દા ચલાવ્યો હતો. હરિયાણામાં ભાજપ-કોંગ્રેસે 5-5 લોકસભા બેઠકો જીતી હતી.

આમ તો સૈનિકો અને ખેડૂતોના મુદ્દો સૌથી વધુ હરિયાણામાં જ હતો. ખેડૂતોનો મુદ્દો પંજાબમાં પણ છે. પરંતુ ભાજપ ત્યાં રેસમાં નથી. ત્યારે જો હરિયાણામાં ત્રીજી વખત ભાજપની સરકાર બનશે તો આ પરથી સાબિત થાય છે કે, સૈનિકો અને ખેડૂતો વિશે જે નારાજગીના વાત કહેવામાં આવી રહી હતી તે વાત ખોટી હતી. 

અગ્નિવીર યોજનાની સ્વીકૃતિ વધી

હકીકતમાં હરિયાણા ચૂંટણીની બરોબર પહેલા ભાજપે તેની રણનીતિમાં થોડો ફેરફાર કર્યો હતો, છેલ્લા દિવસોમાં ભાજપે કિસાન સન્માન નિધિની રકમ 6 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત અગ્નિવીર મુદ્દે ભાજપે હરિયાણાના દરેક અગ્નિવીરને કાયમી નોકરીનું વચન આપ્યું હતું. જેના કારણે લોકોમાં એવો મેસેજ ફેલાયો કે, અમને પાક્કી નોકરી મળતી હોય તો પછી ભાજપ સાથે શું કામ નારાજગી રાખવી.


ત્યારે એમ કહી શકાય કે, અગ્નિવીર અને ખેડૂતોના મુદ્દાઓ પર ભાજપને જનતાનું સમર્થન મળ્યું છે, અને હવે ભાજપ દેશના અન્ય રાજ્યોમાં પણ તેનું મૂડીરોકાણ કરી રહી છે. આ સાથે અગ્નિવીર યોજનાની સ્વીકાર્યતા પણ વધી છે અને ખેડૂતો જે માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે, તેના પર પણ વિચાર કરવો પડશે.

Tags :