India

PM મોદીથી લઈને કંગના રણૌત સુધી... ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

By GS TEAM
5 Apr 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તમામ રાજકીય પક્ષોના નેતાઓ ધમધોકાટ જનસભાઓ ગજવી રહ્યા છે, ત્યારે આ જ ક્રમમાં ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. યાદીમાં પક્ષના ટોચના નેતૃત્વથી લઈને બોલિવૂડ સ્ટાર અને જાણીતા ચહેરા સામેલ કર્યા છે. આ સ્ટાર પ્રચારકો રાજ્યભરમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

PM મોદીથી લઈને કંગના રણૌત સુધી... ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

West Bengal Assembly Election 2026, BJP Star Campaigners List : પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તમામ રાજકીય પક્ષોના નેતાઓ ધમધોકાટ જનસભાઓ ગજવી રહ્યા છે, ત્યારે આ જ ક્રમમાં ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. યાદીમાં પક્ષના ટોચના નેતૃત્વથી લઈને બોલિવૂડ સ્ટાર અને જાણીતા ચહેરા સામેલ કર્યા છે. આ સ્ટાર પ્રચારકો રાજ્યભરમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળશે.

આ ટોચના નેતાઓ બંગાળમાં કરશે ચૂંટણી પ્રચાર

ભાજપની સ્ટાર પ્રચારકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ શિંહ, ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી.નડ્ડા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી જેવા મોટા નામો સામેલ છે. આ ઉપરાંત શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા પણ બંગાળ ચૂંટણી મેદામાં જંપ લાવીને પ્રચાર કરશે.

આ પણ વાંચો : અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ

યાદીમાં ફિલ્મ અને રમત-જગતના જાણીતા ચહેરા પણ સામેલ

ભાજપની આ વખતની સ્ટાર પ્રચારકોની યાદીમાં ફિલ્મ અને રમત-જગતના જાણીતા ચહેરાને પણ સામેલ છે. અભિનેતા મિથુન ચક્રવર્તી, હેમા માલિની, કંગના રનૌત તેમજ પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ અને ગાયક-રાજકીય નેતા મનોજ તિવારીને પણ સ્ટાર પ્રચાર બનાવ્યા છે.

સ્મૃતિ ઈરાની પણ બંગાળમાં ગજવશે ચૂંટણી સભા

આ ઉપરાંત સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર, અશ્વિની વૈષ્ણવ, અન્નપૂર્ણા દેવી, અર્જુન મુંડા, ભૂપેન્દ્ર યાદવ, બિપ્લવ કુમાર દેબ, મંગલ પાંડેય, સમ્રાટ ચૌધરી જ્યારે રાજ્ય સ્તરે સુવેન્દુ અધિકારી, દિલીપ ઘોષ, સુકાંત મજૂમદાર, શાંતનુ ઠાકર, રાજૂ બિસ્તા, જયંત કૃષ્ણ રૉય અને મનોજ ટિગ્ગાને પણ યાદીમાં સામેલ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 23 અને 29 એપ્રિલ-2026ના રોજ મતદાન યોજોવાનું છે, જ્યારે ચોથી મેના રોજ મતગણતરી થવાની છે.

આ પણ વાંચો : હવે આખી ફિલ્મ જ AI થકી બની જશે, જાણો આગામી સિનેમા ક્રાંતિના સારા-નબળા પાસાં