National Herald Case : BJP પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર લગાવ્યા ગંભીર આરોપ
નવી દિલ્હી, તા. 14 જૂન 2022 મંગળવાર
નેશનલ હેરાલ્ડ કેસમાં એક તરફ ઈડી રાહુલ ગાંધીની સતત બીજા દિવસે પૂછપરછ કરી રહી છે તો બીજી તરફ આ મુદ્દે એકવાર ફરી રાજકારણ ગરમાયુ છે. ભારતીય જનતા પાર્ટીએ આ મામલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ કે બંને માતા-પુત્રએ મળીને યંગ ઈન્ડિયા બનાવી અને આના દ્વારા હજારો કરોડની સંપત્તિ પડાવી છે. તમે જોઈ રહ્યા છો, ભારત જોઈ રહ્યુ છે. ભ્રષ્ટાચારને લઈને ડ્રામા કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર પણ કરશે અને બાદમાં ડ્રામા પણ કરશે.
ઈડી સતત બીજા દિવસે રાહુલ ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસ સાથે જોડાયેલા પ્રશ્ન કરી રહી છે. ઈડીની કાર્યવાહીનો વિરોધ કરી રહેલા કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરાઈ છે. પરંતુ આ સૌ ની વચ્ચે રાજકારણ ગરમાયુ છે.
કેન્દ્રીય તપાસ એજન્સીની કાર્યવાહીને ભાજપે બિલકુલ યોગ્ય ગણાવી છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે આ દેશમાં ના કોઈ રાજા છે અને ના કોઈ રાજકુમાર. એજીએલ કોંગ્રેસની સંપત્તિ નહોતી, યંગ ઈન્ડિયા કંપની બનાવીને માતા-પુત્રએ સંપત્તિ ઝડપી લીધી છે.
ભાજપે કોંગ્રેસને કર્યા પ્રશ્ન
પાત્રાએ કહ્યુ કે શુ આ સાચુ નથી કે આ તમામ મુદ્દા પર કોંગ્રેસ ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટમાં પણ ગઈ હતી. ત્યારે આમને પોતાના પક્ષમાં નિર્ણય મળ્યો નહીં. દિલ્હી હાઈકોર્ટે કહ્યુ કે આ ખૂબ ગંભીર કેસ છે. આ કેસનો નિવેડો લાવવા માટે કોંગ્રેસનો જથ્થો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. આ કેસને મુદ્દે સુનાવણી થઈ.
કોંગ્રેસે કોર્ટમાં કહ્યુ હતુ કે આ કેસને ફગાવી દેવાય. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે એવુ થઈ શકે નહીં કે અમે આ કેસને ફગાવી દઈએ. પાત્રાએ કહ્યુ આ કેસ કોંગ્રેસ અને ભાજપની વચ્ચે નથી આ કેસ કોર્ટના કહેવાથી ચાલી રહ્યો છે.
કોંગ્રેસ પ્રશ્નોથી રોષે ભરાઈ
ભાજપ નેતાએ કહ્યુ કે ગાંધી પરિવારને લાગે છે અમે પ્રથમ પરિવાર છીએ, અમને કઈ રીતે બોલાવવામાં આવી શકે. તેમણે કહ્યુ કે પીએમ મોદીએ ક્યારેય પોતાને પીએમ કહ્યા નથી, સેવક કહ્યા છે પરંતુ કોંગ્રેસ પોતાના ઉપર ઉઠી રહેલા પ્રશ્નોથી રોષે ભરાયુ છે. આ કોંગ્રેસની સંપત્તિ નથી. તેમને પ્રશ્ન કરવામાં આવે છે એજીએલને જે જમીન આપી હતી તેની પર કહે છે એમએસએમી સેક્ટર કામ કરી રહ્યા નથી.