India

'લાંબા સમયથી વિપક્ષમાં હોવાના કારણે રાહુલ ગાંધી તણાવમાં', ચૂંટણીમાં ગેરરીતિના આરોપો પર ભાજપનો જવાબ

By GS Team
7 Aug 20252 mins read
This article was originally published on 7 Aug 2025
TukuTouch Logo
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપ પર મત ચોરીના આરોપોનો જવાબ આપતાં ભાજપના સાંસદ સંબિત પાત્રાએ જણાવ્યું છે કે, રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, જો મારી પ્રેસ કોન્ફરન્સનો જવાબ આપવામાં નહીં આવે તો તેના ઘાતક પરિણામો ભોગવવા પડશે. જો વિપક્ષ ભવિષ્યમાં સત્તા પર આવ્યું તો ચૂંટણી પંચના પ્રત્યેક અધિકારી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરીશું. આ સાંસદની ભાષા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

'લાંબા સમયથી વિપક્ષમાં હોવાના કારણે રાહુલ ગાંધી તણાવમાં', ચૂંટણીમાં ગેરરીતિના આરોપો પર ભાજપનો જવાબ

BJP Slams Rahul Gandhi For Vote Theft: રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપ પર મત ચોરીના આરોપોનો જવાબ આપતાં ભાજપના સાંસદ સંબિત પાત્રાએ જણાવ્યું છે કે, રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, જો મારી પ્રેસ કોન્ફરન્સનો જવાબ આપવામાં નહીં આવે તો તેના ઘાતક પરિણામો ભોગવવા પડશે. જો વિપક્ષ ભવિષ્યમાં સત્તા પર આવ્યું તો ચૂંટણી પંચના પ્રત્યેક અધિકારી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરીશું. આ સાંસદની ભાષા નથી.



ચૂંટણીલક્ષી ભાષણો આપી રહ્યા છેઃ સંબિત પાત્રા

સંબિત પાત્રાએ આગળ કહ્યું કે, રાહુલ ગાંધી ચૂંટણીલક્ષી ભાષણો આપી રહ્યા છે. અમે પ્રજાના નોકર છીએ. તેમણે મત આપી અમને સેવા કરવા મોકલ્યા છે. બંધારણમાં પણ પંચ વિશે સ્પષ્ટપણે લખ્યું છે કે, જો કોઈ પંચ યોગ્ય જવાબદારીપૂર્વક કામ ન કરે તો તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવા માટે કોર્ટ પણ છે. 



લોકસભા ચૂંટણીમાં 99 બેઠકોની જીતની ઉજવણી કેમ કરી

વધુમાં પાત્રાએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે, આ પહેલીવાર નથી કે, રાહુલ ગાંધીએ અને કોંગ્રેસે આજ સુધી જે રાજ્યોમાં જીત હાંસલ કરી છે, ત્યાં પ્રેસ કોન્ફરન્સ યોજતા નથી. તે સમયે તેઓ ચૂંટણી પંચ પર આરોપ લગાવતા નથી કે, ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોય, પછી તે હિમાચલ હોય કે, તેલંગાણા. લોકસભામાં પણ 99 બેઠકોમાં જીત મળી તો ઉજવણી કરવા લાગ્યા કે, જુઓ લોકતંત્ર આવી ગયું. રાહુલ ગાંધીનું આ બેવડું વલણ તેમનો તણાવ રજૂ કરી રહ્યું છે. તેઓ લાંબા સમયથી વિપક્ષમાં હોવાથી તેઓ હવે તણાવમાં છે. જેને તમે આજની તેમની પ્રેસ કોન્ફરન્સમાં જોઈ શકો છે. તેમણે ચૂંટણી પંચને રીતસર ધમકાવ્યું છે.