નવી દિલ્હી, તા. 16 માર્ચ 2019 શનિવાર
આગામી લોકસભા ચૂંટણી માટે BJP શનિવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. પાર્ટીના કેન્દ્રીય ચૂંટણી સમિતિની મીટિંગમાં ઉમેદવારોને લઈને નિર્ણય બાદ 100 નામોની જાહેરાત આજે થઈ શકે છે.
લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે અત્યારે ઉમેદવારોના નામનું એલાન કર્યુ નથી. જોકે કેટલાક એવા સમાચાર આવી રહ્યા છે કે કેટલાક વર્તમાન સાંસદોની ટિકિટ પાર્ટી કાપી શકે છે.
ઉમેદવારોની પસંદગીને લઈને આ મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત કેટલાક સીનિયર લીડર હાજર રહેશે. આ યાદીમાં વધારે પ્રથમ ચરણના ઉમેદવારોના નામ સામેલ કરવામાં આવી શકે છે. પહેલા રાઉન્ડમાં 11 એપ્રિલે 91 બેઠકો પર મતદાન થશે.
સૂત્રો અનુસાર, ભાજપ મહારાષ્ટ્ર અને કર્ણાટક માટે ઉમેદવારોની પ્રથમ યાદીની જાહેરાત કરી શકે છે. 100 ઉમેદવારોની પહેલી યાદીમાં ગાઝિયાબાદ અને નોઈડા સહિત પશ્ચિમી યુપીની 8 બેઠકો માટે ઉમેદવારોના નામનું એલાન પણ આજે થઈ શકે છે. અગાઉ, ભાજપે ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી લડવા માટે પોતાના સહયોગી દળની સાથે ગઠબંધનનું એલાન કર્યુ હતુ.


