India

મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામ જાહેર, જુઓ કોને-કોને મળી જવાબદારી

By GS TEAM
1 Jul 20252 mins read
TukuTouch Logo
ભાજપ હાઈકમાન્ડે આજે (1 જુલાઈ) મહારાષ્ટ્ર, હિમાચલ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં બિનહરીફ પ્રદેશ પ્રમુખ ચૂંટ્યા છે. આ સિવાય મધ્યપ્રદેશમાં હેમંત વિજય ખંડેલવાલે પણ બિનહરીફ નામાંકન ભર્યું. જો કે, બુધવારે તેની જીતની સત્તાવાર જાહેરાત કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામ જાહેર, જુઓ કોને-કોને મળી જવાબદારી

BJP President: ભાજપ હાઈકમાન્ડે આજે (1 જુલાઈ) મહારાષ્ટ્ર, હિમાચલ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં બિનહરીફ પ્રદેશ પ્રમુખ પસંદ કર્યા છે. આ સિવાય મધ્યપ્રદેશમાં હેમંત વિજય ખંડેલવાલે પણ બિનહરીફ નામાંકન ભર્યું. જો કે, બુધવારે તેની જીતની સત્તાવાર જાહેરાત કરાશે. જણાવી દઈએ કે, ટૂંક સમયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પણ કરવામાં આવશે.

મહારાષ્ટ્રના નવા ભાજપ પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણ

મહારાષ્ટ્રમાં રવીન્દ્ર ચવ્હાણને બિનહરીફ રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ પસંદ કરાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌને આ વાતની ઉત્સુકતા હતી કે, મહારાષ્ટ ભાજપની કમાન કોણ સંભાળશે, પરંતુ હવે સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે. રવીન્દ્ર ચવ્હાણ પહેલા જ મહારાષ્ટ્ર ભાજપાના કાર્યકારી અધ્યક્ષના પદ પર હતા એટલા માટે ભાજપમાં સહમતિ હતી કે તેઓ આ પદ માટે અનુકૂળ વ્યક્તિ છે. યોજનાના અનુસાર, તેમનું નામ પ્રદેશ પ્રમુખની પસંદગી માટે દિલ્હી મોકલાયું હતું. આ પ્રક્રિયામાં કોઈ અન્ય નેતાએ આવેદન નથી કર્યું, એટલા માટે આજે રવીન્દ્ર ચવ્હાણને બિનહરીફ ભાજપના પ્રદેશ પ્રમુખ ચૂંટાયા.

ઉત્તરાખંડના નવા ભાજપ પ્રદેશ પ્રમુખ મહેન્દ્ર ભટ્ટ

ઉત્તરાખંડમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પદ પર મહેન્દ્ર ભટ્ટ સતત બીજી વખત ચૂંટાયા છે. પ્રદેશ પ્રમુખ પદ પર નામાંકનની પ્રક્રિયામાં માત્ર ભટ્ટનું જ નામાંકન થયું હતું. રાષ્ટ્રીય પરિષદ સભ્ય માટે પૂર્વ મુખ્યમંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંક, ત્રિવેન્દ્ર સિંહ રાવત, તીરથ સિંહ સહિત આઠ વરિષ્ઠ નેતાઓને પસંદ કરાયા છે.

હિમાચલ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં કોની પસંદગી?

હિમાચલ પ્રદેશમાં રાજીવ જિંદલને ત્રીજી વખત પ્રદેશ પ્રમુખ બનાવાયા છે. જ્યારે આંધ્રપ્રદેશમાં પીએનવી માધવ અને તેલંગાણામાં રામચંદર રાવની પસંદગી થઈ છે. મિઝોરમના ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ડૉ. કે. બેઇચુઆને બનાવાયા છે. આંદામાન અને નિકોબારના નવા ભાજપ પ્રદેશ પ્રમુખ અનિલ તિવારીને બનાવાયા છે. 

મધ્યપ્રદેશના નવા ભાજપ પ્રદેશ પ્રમુખ હેમંત ખંડેલવાર!

મધ્યપ્રદેશ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ હેમંત ખંડેલવાર હશે. જોકે, તેની સત્તાવાર જાહેરાત બાકી છે. બુધવારે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આજે ખંડેલવાલે ભાજપ કાર્યાલયમાં પોતાનું નામાંકન પત્ર જમા કર્યું. જણાવી દઈએ કે, ખુદ રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવ ખંડેલવાલના પ્રસ્તાવક બન્યા અને તેમનું નામાંકન પત્ર જમા કરાવ્યું.