India

બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી

By GS TEAM
10 May 20262 mins read
TukuTouch Logo
અરબ સાગરના કિનારેથી વર્ષ 1980માં શરૂ થયેલી ભાજપની રાજકીય સફર 46 વર્ષ બાદ ગંગાસાગર સુધી પહોંચી ગઈ છે. જો કે હિંદ મહાસાગરના સરહદી રાજ્યો સુધી પહોંચવાનું હજુ બાકી છે. પાર્ટીનું આગામી દાયકાનું લક્ષ્ય તમામ દરિયાઈ સરહદો ધરાવતા રાજ્યોમાં ભાજપને સત્તા સુધી પહોંચાડવાનું છે. આ માટે હવે પાર્ટી પોતાના 'મિશન દક્ષિણ' માટે બદલાયેલી વ્યૂહરચના પર કામ કરશે. ભાજપની પહોંચથી દૂર રહેલું તેલંગાણા તેનું પ્રથમ લક્ષ્ય છે. ત્યારબાદ કેરળ અને તમિલનાડુની વ્યૂહરચના પર કામ થશે. કર્ણાટકમાં તેને આગામી ચૂંટણીમાં જ વાપસીની આશા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી

BJP Bengal Model Sets Southern States: અરબ સાગરના કિનારેથી વર્ષ 1980માં શરૂ થયેલી ભાજપની રાજકીય સફર 46 વર્ષ બાદ ગંગાસાગર સુધી પહોંચી ગઈ છે. જો કે હિંદ મહાસાગરના સરહદી રાજ્યો સુધી પહોંચવાનું હજુ બાકી છે. પાર્ટીનું આગામી દાયકાનું લક્ષ્ય તમામ દરિયાઈ સરહદો ધરાવતા રાજ્યોમાં ભાજપને સત્તા સુધી પહોંચાડવાનું છે. આ માટે હવે પાર્ટી પોતાના 'મિશન દક્ષિણ' માટે બદલાયેલી વ્યૂહરચના પર કામ કરશે. ભાજપની પહોંચથી દૂર રહેલું તેલંગાણા તેનું પ્રથમ લક્ષ્ય છે. ત્યારબાદ કેરળ અને તમિલનાડુની વ્યૂહરચના પર કામ થશે. કર્ણાટકમાં તેને આગામી ચૂંટણીમાં જ વાપસીની આશા છે.

ભાજપનું 'મિશન દક્ષિણ' અધૂરું

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાના થોડા સમય બાદ જ તત્કાલીન ભાજપ અધ્યક્ષે કમાન સંભાળતા પ્રથમ ભાષણમાં જ ભાજપના પૂર્વોત્તર વિસ્તરણ અને કોરોમંડલમાં પહોંચનો વિશાળ રોડમેપ રજૂ કર્યો હતો. પૂર્વોત્તરથી કોંગ્રેસને સત્તામાંથી બહાર કર્યા બાદ અને અગ્રણી પૂર્વી રાજ્યો બિહાર, ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળમાં પોતાના મુખ્યમંત્રી બનાવ્યા પછી, હવે તે અધૂરા 'મિશન દક્ષિણ' તરફ આગળ વધવા જઈ રહી છે.

5 રાજ્યોમાં ભાજપનો વિસ્તાર કરવાની તૈયારી

દક્ષિણના પાંચ રાજ્યોમાં ભાજપ અત્યારે આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ સાથે ગઠબંધન સરકારમાં છે. કર્ણાટકમાં અનેકવાર સરકાર બનાવી ચૂકેલી પાર્ટીને આગામી ચૂંટણીમાં ફરી સત્તામાં આવવાનો વિશ્વાસ છે. બાકીના ત્રણ રાજ્યો તેલંગાણા, તમિલનાડુ અને કેરળ તેના આગામી લક્ષ્યો છે. તેલંગાણામાં ભાજપની જમીન તૈયાર થઈ ચૂકી છે.

કેરળ અને તમિલનાડુમાં અગ્નિ પરીક્ષા

કેરળ અને તમિલનાડુ જ તેના માટે સૌથી મુશ્કેલ રાજ્યોમાં સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ તમિલનાડુમાં પશ્ચિમ બંગાળનો ફોર્મ્યુલા અપનાવશે અને પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે AIADMKના અનેક અગ્રણી નેતાઓને પોતાની સાથે લાવશે. અહીં હાલમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ બનેલા નાગેન્દ્રન પણ AIADMKમાંથી જ આવ્યા છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં CM વિજય માટે "કાંટાળો તાજ": સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો

ડાબેરી પક્ષોનું સ્થાન લેવાની તૈયારી

કેરળ ભાજપ કરતા RSSની મજબૂતી માટે વધુ જાણીતું છે. આ વખતની ચૂંટણીમાં ભાજપે પરિવર્તનવાળી ચૂંટણીમાં પોતાના માટે ત્રણ બેઠકો જીતીને તથા પાંચ બેઠકો પર બીજા ક્રમે રહીને પોતાના ભવિષ્યના અભિયાનની શરૂઆત કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ ડાબેરી પક્ષોની હાર બાદ હવે તેમનું સ્થાન પોતે હાંસલ કરવાની તૈયારીમાં છે. રાજ્યમાં હિંદુ સમુદાયના વર્ષોથી પસંદગીના રહ્યા છે તેવા ડાબેરી પક્ષોની જગ્યા હવે ભાજપ લેવાની તૈયારીમાં છે. ખ્રિસ્તી સમુદાયમાં પણ ભાજપે પોતાની પકડ બનાવી છે.