ભાજપના દિગ્ગજ નેતા વિવાદમાં ફસાયા, અભિનેત્રી ઉર્મિલાએ કહ્યું - હું એમની બીજી પત્ની...
Suresh Rathore: હરિદ્વારની જ્વાલાપુર વિધાનસભા બેઠક પરથી એક સમયે ધારાસભ્ય રહી ચૂકેલા ભાજપના નેતા સુરેશ રાઠોડ વિવાદમાં ફસાયા છે. યુપીના સહારનપુરની રહેવાસી અભિનેત્રી ઉર્મિલા સનાવર પોતાને સુરેશ રાઠોડની બીજી પત્ની ગણાવી રહી છે.
આટલું નહીં જ અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લોકો આશ્ચર્યચકિત થઈ જાય એવા ફોટો શેર કર્યા છે. અભિનેત્રી સુરેશ રાઠોડની પત્ની હોવાનો દાવો કરતા કહે છે કે, 'સુરેશ રાઠોડે મારી સાથે નેપાળના મંદિરમાં લગ્ન કર્યા હતા અને બે વર્ષથી પતિ-પત્નીની જેમ રહે છે. જો કે, સુરેશ રાઠોડ મારી પાસે અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ આવે છે.'
અભિનેત્રીએ ફોટો વાયરલ કર્યો
અભિનેત્રી ઉર્મિલા ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાની રહેવાસી છે. જે હાલ મુંબઈમાં રહે છે અને ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કરી રહી છે. ઉર્મિલા સહારનપુર પણ આવતી રહેતી હોય છે. અભિનેત્રીનો પતિ સાથે વિવાદ ચાલી રહ્યો હોવાથી તે તેના પતિથી અલગ રહે છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, 'હું ઘણા વર્ષો પહેલા સુરેશ રાઠોડને મળી હતી. સુરેશ રાઠોડે મારી વિશ્વ મહાપીઠના પ્રવક્તા તરીકે નિમણૂક કરી હતી. આ પછી અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ જે પ્રેમમાં પરિણમી.' સુરેશ રાઠોડ અને અભિનેત્રી મોટી હોટલોમાં મળવા લાગ્યા. જેનો ફોટો પણ અભિનેત્રીએ વાયરલ કર્યા છે.
ધારાસભ્યએ અભિનેત્રી સાથે નેપાળમાં લગ્ન કર્યા
અભિનેત્રીના નજીકના સૂત્રોનું કહેવું છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડ અભિનેત્રી સાથે નેપાળની મુલાકાતે ગયા હતા અને ત્યાં જ તેની સાથે લગ્ન કર્યા હતા. સુરેશ રાઠોડ મોટાભાગે સહારનપુરમાં ઉર્મિલાના ઘરે જ રહે છે. આટલું જ નહીં તે ઘણી વખત મુંબઈના ઘરે પણ જઈ ચુક્યો છે. જ્યારે પણ અભિનેત્રીએ સુરેશ રાઠોડને પોતાના સંબંધોને બધાની સામે લાવવાનું કહ્યું ત્યારે તેણે એમ કહીને વાત ટાળી દીધી કે 'જ્યાં સુધી પુત્રના લગ્ન નહીં થાય ત્યાં સુધી આપણે આમ જ મળતા રહીશું અને જ્યારે સમય આવશે ત્યારે બધાને આ સંબંધ વિશે જણાવીશું.'