India

ઘરની બાલકનીમાં ભાજપ નેતાનો લટકતો મૃતદેહ મળ્યો, પ.બંગાળના હુગલીની ચોંકાવનારી ઘટના

By GS TEAM
21 Jun 20252 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ગોઘાટમાં શનિવારે (21મી જૂન) ભાજપના લઘુમતી મોરચા મંડળના અધ્યક્ષ શેખ બકીબુલ્લાનો મૃતદેહ તેમના જ ઘરની બાલકનીમાં લટકતો મળી આવ્યો હતો. મૃતકના પરિવારજનો અને ભાજપના કાર્યકરોએ આ ઘટનાને રાજકીય કાવતરું ગણાવ્યું છે અને તેને હત્યા ગણાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘરની બાલકનીમાં ભાજપ નેતાનો લટકતો મૃતદેહ મળ્યો, પ.બંગાળના હુગલીની ચોંકાવનારી ઘટના
Images Source: Envato

West Bengal News: પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ગોઘાટમાં શનિવારે (21મી જૂન) ભાજપના લઘુમતી મોરચા મંડળના અધ્યક્ષ શેખ બકીબુલ્લાનો મૃતદેહ તેમના જ ઘરની બાલકનીમાં લટકતો મળી આવ્યો હતો. મૃતકના પરિવારજનો અને ભાજપના કાર્યકરોએ આ ઘટનાને રાજકીય કાવતરું ગણાવ્યું છે અને તેને હત્યા ગણાવી છે.

હત્યા કે આપઘાત અંગે ઘૂંટાતું રહસ્ય

અહેવાલો અનુસાર,  હુગલી જિલ્લાના ગોઘાટમાં શનિવારે સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ પરિવારજનો જાગ્યા ત્યારે જોયું કે શેખ બકીબુલ્લાનોનો મૃતદેહ ઘરની બાલકનીમાં લટકતો હતો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે તેના બંને હાથ દોરડાથી બાંધેલા હતા. મૃતદેહની સ્થિતિ અને ઘટનાસ્થળની સ્થિતિ જોતાં આપઘાત કરતાં હત્યાની શંકા વધુ થઈ રહી છે. 

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ મોટી કાર્યવાહી, એર ઈન્ડિયાના 3 કર્મચારીઓને કાઢી મૂકવા આદેશ

પરિવારજનોનું કહેવું છે કે, મૃતક શેખ બકીબુલ્લાહ આપઘાત કરી શકે છે. પરિવારજનોનો આરોપી છે કે, રાજકીય દુશ્મનાવટને કારણે તેમની હત્યા કરવામાં આવી હતી અને બાદમાં પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને લટકાવી દેવામાં આવ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ, મૃતક શેખ બકીબુલ્લાહને ધમકીઓ મળી રહી હતી.

પોલીસ તપાસ પર સવાલો થઈ રહ્યા છે

ઘટનાની જાણ થતાં જ ગોઘાટ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ સ્થાનિક લોકોએ પોલીસના કારને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસને પણ મૃતદેહને કબજામાં લેવા માટે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં, જ્યારે ભાજપના વરિષ્ઠ નેતાઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી શકી હતી.

ઉલ્લેખનીય કે, મૃતક શેખ બકીબુલ્લા ભાજપના લઘુમતી મોરચા સાથે સંકળાયેલા હતા અને ગોઘાટ મંડળના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. તેમને પાર્ટીના સક્રિય કાર્યકર માનવામાં આવતા હતા. તેમના મૃત્યુના સમાચાર મળતા જ પાર્ટીના સ્થાનિક અને જિલ્લા સ્તરના નેતાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.