Get The App

મહારાષ્ટ્રમાં ભાજપને મળ્યાં સૌથી વધુ વોટ, અજિતથી વધુ વોટ મળ્યાં છતાં પાછળ રહ્યાં શરદ પવાર

Updated: Nov 25th, 2024

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રમાં ભાજપને મળ્યાં સૌથી વધુ વોટ, અજિતથી વધુ વોટ મળ્યાં છતાં પાછળ રહ્યાં શરદ પવાર 1 - image


Image: Facebook

Maharashtra Assembly Elections Result 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ 26.77 ટકા વોટ મેળવ્યા છે. તેણે 149 બેઠકો પર ચૂંટણી લડીને 132 બેઠકો જીતી છે. કુલ 17,293,650 વોટ મેળવ્યા. વિધાનસભા ચૂંટણીમાં ભાજપની 132 બેઠકો જીતવી 100 બેઠકોનો આંકડો પાર કરવાની હેટ્રિક છે. પાર્ટીએ 2014ની વિધાનસભા ચૂંટણીમાં 122 બેઠકો અને 2019ની ચૂંટણીમાં 105 બેઠકો જીતી હતી.

મહારાષ્ટ્ર વિધાનસભામાં 101 બેઠકો પર લડેલી કોંગ્રેસે માત્ર 16 બેઠકો જીતી અને 12.42 વોટ ટકાની સાથે બીજા સ્થાને રહી. પાર્ટીને 8,020,921 વોટ મળ્યા. એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ 81 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી 57 બેઠકો પર જીત નોંધી અને 12.38 ટકા વોટ મેળવ્યા.

અજીત કરતાં વધુ વોટ લાવી શરદ પવારની પાર્ટી

ખાસ વાત એ છે કે ઓછી બેઠકો મેળવનારી શરદ પવારના નેતૃત્વવાળી રાકાંપા (શરદચંદ્ર પવાર) ને અજીત પવારની રાકાંપાથી વધુ વોટ મળ્યા. રાકાંપાએ 86 બેઠકો પર ચૂંટણી લડી પરંતુ 11.28 ટકા વોટ સાથે માત્ર 10 બેઠકો જ જીતી શકી. 

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં પરાજય હાર બાદ કોંગ્રેસને જોરદાર ઝટકો, અધ્યક્ષપદેથી નાના પટોલેનું રાજીનામું

ઉદ્ધવના અજીતની પાર્ટીથી વધુ વોટ પરંતુ સીટો ઓછી

અજીત પવારના નેતૃત્વવાળી રાકાંપાએ 59 બેઠકો પર ચૂંટણી લડીને 41 બેઠકો જીતી. તેણે 9.01 ટકા વોટ મેળવ્યા. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ 20 બેઠકો જીતી અને પાર્ટીને 9.96 ટકા વોટ મળ્યા. ચૂંટણી પંચના અધિકારીઓ અનુસાર 20 નવેમ્બરે થયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં 66.05 ટકા મતદાન નોંધવામાં આવ્યું, જે 2019માં 61.1 ટકા હતું. 

મહારાષ્ટ્રમાં 19 મત વિસ્તારોમાં અપક્ષ બીજા સ્થાને રહ્યું

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો શાસક મહાયુતિ અને વિપક્ષી મહાવિકાસ અઘાડીની વચ્ચે હતું, પરંતુ અપક્ષ ઉમેદવારોએ પણ ખૂબ મજબૂતીથી ચૂંટણી લડી. અપક્ષ ઉમેદવારોએ 19 મત વિસ્તારોમાં બીજા સ્થાને રહીને પોતાની તાકાત બતાવી.

Tags :