India

વિદેશથી ચાલે છે કોંગ્રેસના અનેક સોશિયલ મીડિયા હેન્ડલ, પાકિસ્તાન-બાંગ્લાદેશથી ફેલાવાય છે એજન્ડા: ભાજપનો દાવો

By GS TEAM
27 Nov 20252 mins read
TukuTouch Logo
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નેરેટિવ બનાવવા માટે દેશની બહારના વ્યક્તિઓ અને વિદેશી પ્લેટફોર્મ્સ સાથે સાંઠગાંઠ કરી રહી છે. તેમણે દાવો કર્યો કે ઘણાં કોંગ્રેસના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના લોકેશન ભારતમાં નહીં, પરંતુ વિદેશમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશથી ચાલે છે કોંગ્રેસના અનેક સોશિયલ મીડિયા હેન્ડલ, પાકિસ્તાન-બાંગ્લાદેશથી ફેલાવાય છે એજન્ડા: ભાજપનો દાવો

BJP Claims Congress: ભારતીય જનતા પાર્ટી(BJP)ના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નેરેટિવ બનાવવા માટે દેશની બહારના વ્યક્તિઓ અને વિદેશી પ્લેટફોર્મ્સ સાથે સાંઠગાંઠ કરી રહી છે. તેમણે દાવો કર્યો કે ઘણાં કોંગ્રેસના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના લોકેશન ભારતમાં નહીં, પરંતુ વિદેશમાં છે.

વિદેશી લોકેશન પર કોંગ્રેસના હેન્ડલનો આરોપ

પત્રકાર પરિષદને સંબોધતા સંબિત પાત્રાએ 'X' પ્લેટફોર્મની ફીચરના આધારે વિદેશમાંથી ચાલતા હોવાનો આરોપ લગાવીને કેટલાક કોંગ્રેસના એકાઉન્ટ્સનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'પવન ખેરાનું એકાઉન્ટ અમેરિકામાં હોય તેવું લાગે છે, જ્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસનું એકાઉન્ટ આયર્લેન્ડ સાથે જોડાયેલું હતું, પરંતુ બાદમાં તેને ભારતમાં બદલી દેવામાં આવ્યું. હિમાચલ કોંગ્રેસનું એકાઉન્ટ થાઇલૅન્ડ સાથે જોડાયેલું હોવાનું કહેવાય છે. 2014માં ભાજપ સત્તામાં આવ્યા પછી કોંગ્રેસ, રાહુલ ગાંધી અને ડાબેરી પક્ષોના અગ્રણી વ્યક્તિઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતનું અપમાન કરવામાં કોઈ કસર છોડી નથી.'

પાકિસ્તાન-બાંગ્લાદેશથી 'એજન્ડા' ચલાવવાનો દાવો

ભાજપ નેતા સંબિત પાત્રાએ દાવો કર્યો કે આ ષડયંત્રમાં માત્ર કોંગ્રેસના નેતાઓ જ નહીં, પરંતુ વિદેશમાં સ્થિત પ્રભાવશાળી વ્યક્તિઓ પણ સામેલ છે. તેમણે કહ્યું કે, 'ઘણાં ડાબેરી અને કોંગ્રેસ તરફી પ્રભાવશાળી લોકો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણપૂર્વ એશિયામાં સ્થિત છે અને ભારત સામે એક એજન્ડા ચલાવી રહ્યા છે. કોંગ્રેસનું મિશન દેશને વિભાજીત કરવાનું છે, અને તેથી તે ભારત સામે વાતાવરણ બનાવવા માટે વિદેશી દેશો સાથે સાંઠગાંઠ કરી રહી છે. ઘણાં વિદેશી એકાઉન્ટ્સ ભારતની બંધારણીય સંસ્થાઓને બદનામ કરી રહ્યા છે અને ચૂંટણી પંચ વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરી છે.'

આ પણ વાંચો: કર્ણાટકમાં રાજકીય ડખાં, સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે CM પદના વિવાદમાં ખડગેનું નિવેદન સામે આવ્યું

સંગઠિત ષડયંત્રના ત્રણ મુદ્દા

સંબિત પાત્રા આરોપ લગાવ્યો કે, 'વિદેશી પ્લેટફોર્મ પરથી ત્રણ પ્રકારના નિવેદનો રજૂ કરવામાં આવી રહ્યા છે. પહેલું, મત ચોરી, બીજું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નબળા પાડવાનો પ્રયાસ, એટલે કે ઓપરેશન સિંદૂર, અને ત્રીજું આરએસએસ અને પીએમ મોદી સામે સતત હુમલા. આ એક સંગઠિત ષડયંત્ર છે અને દેશને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.'