Get The App

રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપની મહિલા નેતાઓ સેક્સ રેકેટ ચલાવતી ઝડપાઈ

- સવાઇ માધોપુરની પોલીસે પાંચ મહિલા નેતાઓની ધરપકડ કરી, એક સગીર બાળાએ ભાંડો ફોડ્યો

Updated: Oct 2nd, 2020

GS TEAM

Google News
Google News
રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપની મહિલા નેતાઓ સેક્સ રેકેટ ચલાવતી ઝડપાઈ 1 - image

જયપુર તા.2 ઓક્ટોબર 2020 શુક્રવાર

રાજસ્થાનના સવાઇ માધોપુર વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસની મહિલા નેતાએા એક સેક્સ રેકેટ ચલાવી રહી હતી જેનો ભંડાફોડ એક સગીર બાળાએ કર્યો હતો.

આમ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગંભીર મતભેદો પ્રવર્તે છે. પરંતુ આ કિસ્સામાં બંનેના મહિલા નેતાઓ સેક્સ રેકેટમાં સંડોવાયેલાં હતાં.ભાજપની મહિલા નેતા સુનીતા વર્માની ધરપકડ થઇ ચૂકી છે. કોંગ્રેસની પૂનમ ચૌધરી ફરાર થઇ ગઇ હતી. આ સેક્સ રેકેટમાં જિલ્લા કલેક્ટરની ઑફિસમાં કામ કરતા શિવરામ મીણા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં કામ કરતા સંદીપ શર્મા, ઇલેક્ટ્રિશિયન રાજુ અને સુનીતાના સાથીદાર મનાતા હીરાલાલ સહિત પોલીસે કુલ પાંચ જણની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યા મુજબ ભાજપની સવાઇ માધોપુર જિલ્લા એકમની ભૂતપૂર્વ પ્રમુખ સુનીતા વર્મા ઉર્ફે સંપત્તિબાઇ અને કોંગ્રેસ સેવાદળની મહિલા પાંખની ભૂતપૂર્વ અધ્યક્ષ પૂજા અને પૂનમ ચૌધરી સગીર વયની બાળાઓને ફસાવીને સેક્સ રેકેટ ચલાવી રહી હતી. સવાઇ માધોપુરની એક સગીર વયની બાળાએ આ સેક્સ રેકેટનો ભાંડો ફોડ્યો હતો. એના પગલે પોલીસે આ ધરપકડો કરી હતી.

રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપની મહિલા નેતાઓ સેક્સ રેકેટ ચલાવતી ઝડપાઈ 2 - imageઆ સગીર બાળાએ પોલીસને કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષની મહિલા નેતાઓ સગીર બાળાઓને બીજા જિલ્લામાં મોકલીને ત્યાં ગંદાં કામ કરાવતી હતી. રાજ્યના બીજા મોટા નેતાઓ પણ આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા હોઇ શકે છે.

રસપ્રદ વાત તો એ છે કે ભાજપની સુનીતા વર્માએ હજુ થોડા દિવસ પહેલાંજ સોશ્યલ મિડિયા પર એવો દાવો કર્યો હતો કે હું કેટલાક ચરિત્રહીન નેતાઓને જાણું છું. થોડા સમયમાં હું એ લોકોના ચરિત્રને ઊઘાડું કરીશ. વાસ્તવમાં એ પોતે સેક્સ રેકેટ ચલાવી રહી હતી એ હકીકત પ્રકાશમાં આવી ચૂકી હતી.

અત્યારે ભાજપની નેતી પકડાઇ ચૂકી છે. કોંગ્રેસની હાલ નાસતી ફરતી હતી. જો કે એને પણ પોલીસ ગમે ત્યારે પકડી પાડશે.


Tags :