India

ટેકઓફ બાદ એર ઈન્ડિયાના વિમાનથી પક્ષી ટકરાયું, નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ; સદનસીબે જાનહાનિ ટળી

By GS TEAM
25 Oct 20252 mins read
TukuTouch Logo
નાગપુરથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી જ તેને તેના મૂળ સ્થાને પાછું લાવવું પડ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેકઓફ બાદ એર ઈન્ડિયાના વિમાનથી પક્ષી ટકરાયું, નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ; સદનસીબે જાનહાનિ ટળી

Air India flight : નાગપુરથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી જ તેને તેના મૂળ સ્થાને પાછું લાવવું પડ્યું હતું. ફ્લાઈટને ટેકઓફ કર્યાની થોડીક ક્ષણ પછી પક્ષી અથડાતાં તરત જ નાગપુર એરપોર્ટ પર ઉતરાણ કરવાની ફરજ પડી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.

આ પણ વાંચો: મહિલા ભિક્ષુક પાસેથી મળ્યા હજારો રૂપિયા! કચરાના ઢગલામાં છુપાવી રાખ્યા હતા, ગણતાં ગણતાં લોકો થાકી ગયા

પાયલોટે તરત જ મેન્યુઅલ રીટર્ન ટુ ઓરિજિનનો નિર્ણય લીધો

એર ઇન્ડિયાની ફ્લાઇટ નાગપુર રનવે પરથી સફળતાપૂર્વક ટેકઓફ કર્યું હતું. પરંતુ જેમ જેમ ઉંચાઈ જતાં વિમાનના એન્જિન અથવા વિંગની નજીક પક્ષી અથડાયુ હતું. સામાન્ય રીતે ટેકઓફ અથવા લેન્ડિંગ દરમિયાન પક્ષીઓ એરપોર્ટની નજીક ઉડતા હોય ત્યારે અથડાય છે. પાયલોટે તરત જ મેન્યુઅલ રીટર્ન ટુ ઓરિજિન (RTO)નો નિર્ણય લીધો. આ DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) ના નિયમો અનુસાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) નિયમો અનુસાર હતું.

આ સામાન્ય લેન્ડિંગ હતું, અને કોઈ મુસાફરોને ઇજા થઈ ન હતી

SOP ના કહેવા પ્રમાણે વિમાનને પક્ષી અથડાયા પછી એન્જિનને નુકસાન અથવા અન્ય સમસ્યાઓ ટાળવા માટે વિમાનને તાત્કાલિક જમીન પર ઉતરાણ કરાવીને તપાસ કરવી આવશ્યક છે. પાયલોટે ATC (એર ટ્રાફિક કંટ્રોલ) ને જાણ કરી અને સલામત લેન્ડિંગ માટે તૈયારી કરી હતી. વિમાન કોઈપણ સમસ્યા વિના નાગપુર એરપોર્ટ પર પાછું ઉતર્યું. આ એક સામાન્ય લેન્ડિંગ હતું. જેમાં કોઈ મુસાફરોને ઇજા થઈ ન હતી.

આ પણ વાંચો: અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભવ્ય શિખર તૈયાર, 22 ફૂટની ધ્વજા અર્પણ કરશે PM મોદી; 25 નવેમ્બરે કાર્યક્રમ

24 ઓક્ટોબરના રોજ બની હતી ઘટના 

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે સલામતી સુનિશ્ચિત કરવા અને મુસાફરોને અસુવિધા ટાળવા માટે તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ ઘટના 24 ઓક્ટોબરના રોજ બની હતી. નાગપુરથી દિલ્હી જતી ફ્લાઇટ AI466 ટેકઓફ કર્યા પછી તરત જ એક પક્ષી સાથે અથડાઈ હતી.