Get The App

બિહાર: ગયામાં ધોળા દિવસે LJP નેતાની હત્યા, સલૂનમાં દાઢી કરાવતી વખતે અસામાજિક તત્વોએ કર્યું ફાયરિંગ

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
બિહાર: ગયામાં ધોળા દિવસે LJP નેતાની હત્યા, સલૂનમાં દાઢી કરાવતી વખતે અસામાજિક તત્વોએ કર્યું ફાયરિંગ 1 - image


Image Source: Twitter

- અનવર અલી લોજપા લેબર સેલના પ્રદેશ અધ્યક્ષ હતા

ગયા, તા. 27 સપ્ટેમ્બર 2023, બુધવાર

બિહારના ગયામાં લોજપા નેતા મોહમ્મદ અનવર અલી ખાનની બદમાશોએ ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી નાખી છે. આ ઘટના આમસ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આ ઘટના બાદ જીટી રોડ જામ થઈ ગયો છે. આ ઘટના આજે ત્યારે બની હતી જ્યારે મો. અનવર અલી ખાન સલૂનમાં શેવિંગ કરાવી રહ્યા હતા. આ દરમિયાન એક બાઈક પર સવાર ત્રણ બદમાશો ત્યાં આવ્યા અને અંધાધૂંધ ફાયરિંગ કરી તેમની હત્યા કરી નાખી હતી.

અનવર અલીનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. અનવર અલી લોજપા લેબર સેલના પ્રદેશ અધ્યક્ષ હતા. બજારમાં ફાયરિંગ થતાં જ અફરા-તફરી મચી ગઈ હતી. ઘટના બાદ આક્રોશમાં આવેલા પરિવારજનો અને ગ્રામીણોએ નેશનલ હાઈવે-82ને જામ કરી દીધો હતો. રોષે ભરાયેલા પરિવારના સભ્યો ગુનેગારોની તાત્કાલિક ધરપકડની માંગ પર અડગ છે.

આ સમગ્ર મામલે ગયા સિટીના એસપી હિમાંશુએ જણાવ્યું કે, અનવર સલૂનમાં શેવિંગ કરાવી રહ્યા હતા. આ દરમિયાન અપરાધીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરી તેમની હત્યા કરી નાખી. રોષે ભરાયેલા લોકોને નેશનલ હાઈવે જામ હટાવવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. હાલમાં સ્થતિ નિયંત્રણમાં છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આસપાસના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.

અનવર અલી ખાન ગુરુઆ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. તેમનું આ વિસ્તારમાં નામ હતું. તેમના સામે અનેક ગુનાહિત કેસ પણ નોંધાયા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News