બિહારમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા: મંત્રીના ઘર બહાર જ ગોળીબાર અને રૂ.400ની લૂંટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| File Photo (Source: Freepik) |
Bihar Crime: બિહારમાં ગુનેગારોની હિંમત એટલી વધી ગઈ છે કે, જાહેરમાં થતી ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. જેનો સૌથી તાજો મામલો ગુરૂવારે (19 જૂન) પોલો રોડના VVIP વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં ગુનેગારોએ એક યુવકને જાહેરમાં ગોળી મારવામાં આવી હતી. આ વિશે પોલીસે તપાસ કામ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગુનેગારોએ રાહુલ નામના યુવક પર ગોળી ચલાવી હતી, જેનો હવે મોબાઈલ ફોન મળી આવ્યો છે. બંને હુમલાખોરો બાઇક પર આવ્યા હતા. હુમલો કર્યા બાદ તેઓ રાહુલના ખિસ્સામાંથી 400 રૂપિયા છીનવીને ફરાર થઈ ગયા હતા. હાલ, પોલીસે આ મામલે આરોપીને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બિહાર મંત્રીના ઘરની બહાર બની ઘટના
જણાવી દઈએ કે, આ હુમલો મંત્રી અશોક ચૌધરીના આવાસ ગેટ પર થયો હતો. RJD નેતા તેજસ્વી યાદવનો બંગલો પણ તેનાથી ખૂબ નજીક હતો. આ સિવાય અનેક અધિકારી અને ન્યાયાધીશના આવાસ પણ અહીં જ છે.
આ પણ વાંચોઃ દલિત યુવકને ઊંધો લટકાવી માર્યો, પેશાબ પીવા કર્યો મજબૂર, ફરિદાબાદમાં હેવાનિયતની હદ પાર
આજે જ SPની થઈ બદલી
નોંધનીય છે કે, પટનામાં આજે જ નવા SP કાર્તિકેય શર્માએ પોતાનો પદભાર સંભાળ્યો છે. એવામાં આજે જ આ ઘટના બનવી તે અનેક સવાલો ઊભા કરે છે.
આ પહેલાં પણ જાહેરમાં થઈ ચુક્યો છે ગોળીબાર
જણાવી દઈએ કે, એક અઠવાડિયા પહેલાં પણ પટનામાં ધોળા દિવસે આવી ઘટના બની હતી. જેમાં આલમગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા અને તેમની દીકરીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. જોકે, મહિલાનો પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના શહેરના અર્ફાબાદ નહેર પાસે બની હતી. મળતી માહિતી મુજબ, પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચીને તમામ ઈજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટર્સે મહિલા અને તેમની દીકરીને મૃત જાહેર કરી. જોકે, પતિની સ્થિતિ હજુ ગંભીર જણાવવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, હુમલાવર અજાણ હતા અને તેમણે અચાનક ફાયરિંગ શરૂ કરી અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયા.
આ પણ વાંચોઃ FASTag પાસની જાહેરાત પછી મોટો સવાલ, એન્ટ્રી અને એક્ઝિટ જુદી જુદી ટ્રીપ ગણાશે? જાણો જવાબ
આ સિવાય, 13 જૂને પટના સાથે જોડાયેલા દાનાપુરમાં ગુનેગારોએ ધોળા દિવસે એક યુવકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના ન્યૂ ગોસાઇ ટોલા ગાલા રોડની છે, જ્યાં યુવક શ્રવણ કુમાર પોતાના ઘર પાસે ઊભો હતો. આ દરમિયાન હુમલાવર ત્યાં પહોંચ્યો અને તેના પર ફાયરિંગ શરૂ કરી દીધી. ગોળી વાગવાના કારણે ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયો હતો. તેને ઉતાવળમાં નજીકના ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.









