લખનૌનું નામ બદલીને લક્ષ્મણપુર કરવુ જોઈએ: લાલજી ટંડન
લખનૌ, તા. 3. નવેમ્બર 2018 શનિવાર
અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ થયુ. મુગલસરાયનું નામ પંડિત દીન દયાળ ઉપાધ્યાય, ઔરંગઝેબ રોડનું નામ બદલીને અબ્દુલ કલામ રોડ રાખવામાં આવ્યું છે. ગુડગાવ પણ ગુરૂગામ તરીકે ઓળખાય છે. નામ બદલવાના કારણે વિપક્ષ BJPને ઘેરવાની કોશિશ કરી રહી છે. તેમ છતાં, બિહારના રાજ્યપાલ અને BJPના વરિષ્ઠ નેતા લાલજી ટંડને લખનૌનું નામ બદલવાની અપીલ કરી છે.
બિહારના રાજ્યપાલ લાલજી ટંડને એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે લખનૌનું નામ બદલીને લક્ષ્મણપુર કરવુ જોઈએ. લાલજી ટંડને કહ્યું કે લખનૌને લક્ષ્મણે વસાવ્યું હતુ. તેમણે કહ્યું કે આ પહેલા લક્ષ્મણપુરને લક્ષ્મણાવતી નામથી ઓળખાતુ હતુ પરંતુ બાદમાં આને લખનૌ પણ કહેવા લાગ્યા. બદલાવની સાથે અંગ્રેજી શબ્દમાં આને લખનૌ કહેવામાં આવ્યું.
લાલજી ટંડને મે 2018માં એક પુસ્તકનો અનકહા લખનૌનો ઉલ્લેખ કર્યો હતો. પુસ્તકમાં તેમણે લક્ષ્મણાવતીથી લખનૌ થવાની સફરને જણાવી હતી.