મૈથિલીની જીત... મનીષ કશ્યપ અને ખેસારીલાલ હાર્યા, જાણો બિહારના સ્ટાર ઉમેદવારોના પરિણામ

Bihar Election Result: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. JDUની આગેવાનીવાળું ગઠબંધન NDA સત્તા પર આવતું નજરે પડી રહ્યું છે. ત્યારે હવે NDA અને વિપક્ષી મહાગઠબંધનના સ્ટાર ઉમેદવારોના પરિણામ પણ જાહેર થઈ રહ્યા છે. બિહારની ચૂંટણીમાં અનેક એવી બેઠકો છે, જ્યાં રાજકારણીઓના પુત્ર-પુત્રીઓ અથવા સેલિબ્રિટીઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં શક્તિશાળી નેતાઓ મેદાને છે.
હોટ સીટો પર નજર કરીએ તો, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ તારાપુર બેઠક પર 45,000 થી વધુ મતોથી જીત મેળવી. ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે રાઘોપુર બેઠક પર 14,000 થી વધુ મતોથી જીત મેળવી. તેમની પાર્ટી RJD ફક્ત 25 બેઠકો પર સમેટાઈ ગઈ. જ્યારે RJDથી અલગ થઈને પોતાની પાર્ટી બનાવનાર તેજ પ્રતાપ યાદવ મહુઆ બેઠક પર ત્રીજા સ્થાને રહ્યા. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના ઉમેદવાર સંજય કુમાર સિંહે આ બેઠક 44,997 મતોથી જીતી હતી.
જણાવી દઈએ કે, રાજ્યની 243 બેઠકો માટે મતદાન 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાયું હતું. આ ચૂંટણીમાં 1951 પછી રાજ્યમાં સૌથી વધુ 67.13% મતદાન થયું હતું. આ અગાઉની વિધાનસભા ચૂંટણીઓ કરતા 9.6% નો વધારો છે. આ ચૂંટણીની એક નોંધપાત્ર વિશેષતા પુરુષોની 62.98% અને મહિલાઓની 71.78% ભાગીદારી હતી.

