Bihar Election Result 2025: 181 બેઠકની લીડ સાથે NDA પ્રચંડ બહુમત તરફ, જેડીયુની 80 બેઠક પર લીડ

Bihar Election Result 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે 6 નવેમ્બર(પહેલા તબક્કા) અને 11 નવેમ્બર(બીજા તબક્કા)નું મતદાન થયું હતું. આ વખતે બિહારમાં મતદાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા. બંને તબક્કાનું મળીને સરેરાશ 67.13 ટકા મતદાન થયું હતું. ત્યારે હવે આજે(14 નવેમ્બર) બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે.
Bihar Election Result 2025 LIVE UPDATES :
181 બેઠકની લીડ સાથે NDA પ્રચંડ બહુમત તરફ, જેડીયુની 80 બેઠક પર લીડ
માહિતી અનુસાર અત્યાર સુધીના વલણોમાં એનડીએમાં ભાજપ 77, જેડીયુ 81, એલજેપી 22 અને અન્ય 5 બેઠક પર આગળ છે. જ્યારે મહાગઠબંધનમાં આરજેડી 41, કોંગ્રેસ 7 અને વીઆઈપી 0 તથા અન્ય 6 બેઠક પર આગળ છે.
ચૂંટણી પંચે 235 બેઠકના વલણ જાહેર કર્યા

મહુઆમાં મોટો અપસેટ, તેજ પ્રતાપ યાદવ પાછળ, રાજપાકડમાં JDU આગળ
મહુઆ વિધાનસભા બેઠક પર મતગણતરીનો ત્રીજો રાઉન્ડ પૂર્ણ થયો છે. મહુઆમાં LJPના સંજય સિંહ 10,301 મતો સાથે આગળ છે. JJDના તેજ પ્રતાપ યાદવને 1,500 મતો મળ્યા. RJDના મુકેશ રોશનને 6,781 મતો મળ્યા. ત્રીજા રાઉન્ડમાં રાજપાકડ વિધાનસભા બેઠક પર JDUના મહેન્દ્ર રામ 11,321 મતો સાથે આગળ છે. CPIના મોહિત પાસવાનને 2,697 મતો મળ્યા અને કોંગ્રેસના પ્રતિમા દાસને 3,266 મતો મળ્યા.
NDAને બહુમતી વચ્ચે ભાજપ માટે ટેન્શનની વાત!
બિહારમાં ફરી એકવાર એનડીએની સરકાર બનતી દેખાઈ રહી છે. એક્ઝિટ પોલ લગભગ એક્ઝેટ સાબિત થઈ રહ્યા છે. આ દરમિયાન બે કલાકની કાઉન્ટિંગ બાદ ભાજપ માટે એક ટેન્શનની વાત એ છે કે બિહારમાં તેના સૌથી મોટા ગઢ એટલે કે પટણા સાહીબમાં કોંગ્રેસના ઉમેદવાર મોટા અંતરથી આગળ નીકળી ગયા છે. પટણા સાહિબમાં ભાજપે આ વખતે 7 વખતના ધારાસભ્ય નંદકિશોર યાદવની જગ્યાએ યુવા ચહેરા રતનેશ કુમારને ટિકિટ આપી હતી. ત્યારે કોંગ્રેસે શશાંત શેખરને મેદાને ઉતાર્યા હતા. પહેલા બે રાઉન્ડની કાઉન્ટિંગમાં કોંગ્રેસે આ સીટ પર લીડ મેળવી લીધી. તેમના ઉમેદવાર શશાંત 5000 વોટની લીડ સાથે આગળ છે. જોકે પછીથી ત્રીજા રાઉન્ડમાં અંતરાળ ઘટીને 3000 વોટની લીડ સુધી પહોંચી શક્યો છે.
ચૂંટણી પંચના સત્તાવાર આંકડા શું કહે છે?
ચૂંટણી પંચના સત્તાવાર વલણમાં પણ NDAને ભારે બહુમતી જેમાં ભાજપને 61, JDUને 63, RJDને 34, INCને 10 બેઠકો પર લીડ મળતી દેખાઈ રહી છે.
જેડીયુનું શાનદાર પ્રદર્શન, ભાજપ કરતા આગળ નીકળ્યો
એનડીએ ગઠબંધનમાં પણ રસ્સાકસી દેખાઈ રહી છે. ભાજપ કરતા જેડીયુ આગળ નીકળી જતાં 76 બેઠક પર લીડ મેળવતો દેખાય છે. જ્યારે ભાજપના ખાતામાં 69 બેઠક આવતી દેખાય છે. બીજી બાજુ આરજેડીને 59 બેઠક પર અને કોંગ્રેસને 16 બેઠક પર લીડ મળતી દેખાય છે. જ્યારે વીઆઈપી ફક્ત 3 બેઠક પર લીડ મેળવતી દેખાય છે. હાલના આંકડા અનુસાર એનડીએ 160 તથા મહાગઠબંધન 79 બેઠક પર લીડમાં છે. આ વલણો આધારિત આંકડા છે.
ગિરિરાજ સિંહે કહ્યું, "હવે બંગાળનો વારો છે."
ભાજપ નેતા ગિરિરાજ સિંહે બિહારમાં NDAની જીતનો દાવો કરતા એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, 'હવે બંગાળનો વારો છે. આપણે બંગાળ જીતીશું, કારણ કે ત્યાં અરાજકતાની સરકાર છે.' તેમણે વધુમાં કહ્યું, 'તેજશ્વી યાદવે ચૂંટણી પંચના પ્રમાણપત્ર વિના 18મી તારીખ પણ નક્કી કરી હતી. તેમને રાંચી અને આગ્રાથી પાછા ફરનાર વ્યક્તિ કહેવાશે.'
તમામ 243 બેઠકના વલણ જાહેર - એનડીએને 156 બેઠક પર લીડ અને મહાગઠબંધનને 82 બેઠક પર લીડ
કોને કેટલી લીડ?
ભાજપ 73
જેડીયુ 69
આરજેડી 64
કોંગ્રેસ 15
અન્ય 4
શરૂઆતના વલણોમાં ભાજપ ફરી સૌથી મોટી પાર્ટી, જેડીયુનું મજબૂત પ્રદર્શન
શરૂઆતના વલણો જાહેર થઇ ગયા છે. 243 બેઠકોમાંથી 215 બેઠકોમાં સૌથી વધુ 71 બેઠક પર ભાજપને લીડ મળતી દેખાઈ રહી છે. જ્યારે આરજેડીના ખાતામાં 60 બેઠક આવતી દેખાય છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 10 અને જેડીયુના ખાતામાં 59 બેઠક આવતી દેખાય છે.
શરૂઆતના વલણોમાં આરજેડીનો દબદબો, 58 બેઠક પર લીડ સાથે સૌથી મોટી પાર્ટી બની
શરૂઆતના વલણોમાં આરજેડી અને ભાજપ વચ્ચે મજબૂત ટક્કર જોવા મળી રહી છે. ભાજપ અત્યારે 56 તો આરજેડી સૌથી મોટી પાર્ટી બની જતાં 58 બેઠક પર લીડ સાથે આગળ નીકળી ગઈ છે. હાલમાં 97 બેઠક પર એનડીએ તો મહાગઠબંધન 70 બેઠક પર આગળ દેખાઈ રહી છે. આ શરૂઆતના વલણો છે.
શરૂઆતના વલણોમાં ભાજપ 50 બેઠકને પાર RJDને 48 પર લીડ
150 બેઠકોના શરૂઆતના વલણોમાં 50 બેઠક ભાજપના ખાતામાં તો 48 બેઠક RJDના ખાતામાં આવતી દેખાય છે. જ્યારે બીજી બાજુ જેડીયુ 34 અને કોંગ્રેસ 7 બેઠક પર લીડ મેળવતી દેખાઈ રહી છે. અપક્ષની વાત કરીએ તો 5 જ બેઠક તેમના ખાતામાં આવતી દેખાય છે.
મોટી બેઠકો પર શરૂઆતના વલણો
બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. ઘણી બેઠકો પરથી શરૂઆતના વલણો સામે આવ્યા છે. JDUના કોમલ સિંહ ગયાઘાટમાં આગળ છે. JDUના મનીષ કુમાર ધોરૈયામાં આગળ છે. દાનાપુરમાં ભાજપના રામકૃપાલ આગળ છે. JDUના અભિષેક આનંદ ચેરિયા બરિયારપુરમાં આગળ છે. RJD ઉમેદવાર ખેસારી લાલ છાપરામાં આગળ છે. JDUના નચિકેતા જમાલપુરમાં આગળ છે.
150થી વધુ બેઠકના વલણ જાહેર
150થી વધુ બેઠકોના વલણ જાહેર થઈ ગયા છે. જેમાં એનડીએના ખાતામાં 86 અને મહાગઠબંધનના ખાતામાં 58 બેઠક આવી રહી છે. એનડીએમાં સૌથીવધુ 49 બેઠક પર ભાજપને લીડ મળી રહી છે ત્યારે જેડીયુના ખાતામાં 34 સીટ દેખાય છે. જ્યારે આરજેડીના ખાતામાં 46 અને કોંગ્રેસના ખાતામાં 7 બેઠક પર લીડ દેખાય છે.
100થી વધુ સીટના વલણ
એનડીએ ગઠબંધનના ખાતામાં 62 જ્યારે મહાગઠબંધનના ખાતામાં 42. ત્યારે અપક્ષના ખાતામાં 5 જેટલી બેઠકો આવી રહી છે. આ શરૂઆતના વલણો આધારિતી માહિતી છે.
AIMIM અને પ્રશાંત કિશોરની પાર્ટીનું ખાતું ખુલ્યું
અત્યાર સુધીના વલણો અનુસાર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMનું પણ ખાતું ખુલી ગયું છે. જ્યારે પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી પણ મજબૂત પ્રદર્શન કરી રહી છે.
બિહાર વિધાનસભા ચૂંટણીના શરૂઆતના વલણો
એનડીએ ગઠબંધન 50 બેઠકો પર આગળ, જ્યારે મહાગઠબંધનને 30થી વધુ બેઠક પર લીડ, અપક્ષના ખાતામાં 5
NDAનું ખાતું ખુલ્યું, મહાગઠબંધન પાછળ
પોસ્ટલ બેલેટની ગણતરીના પરિણામ આવવાનું શરૂ થઈ ગયું છે. તેમાં એનડીએ તેમાં આગળ દેખાઈ રહી છે. અત્યાર સુધી તેના ખાતામાં 8 સીટ આવી ચૂકી છે. જ્યારે આરજેડીના ખાતામાં બે અને કોંગ્રેસના ખાતામાં એક બેઠક આવી રહી છે. ત્યારે પ્રશાંંત કિશોરની પાર્ટીના ખાતામાં બે બેઠક વલણોમાં આગળ છે.
મત ગણતરી શરૂ, સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણાશે
મત ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણાશે પછી ઈવીએમના વોટ કાઉન્ટ થશે. નીતિશ-તેજસ્વીમાંથી કોણ બનશે સીએમ આજે થઈ જશે ફાઈનલ.
નીતિશ કુમારે પરિણામ અગાઉ પંડિત જવાહરલાલ નેહરુને યાદ કર્યા
નીતિશ કુમારે ચૂંટણીના પરિણામો પહેલા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ આપી. તેમની જન્મજયંતિ નિમિત્તે, તેમણે X પર લખ્યું, "ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગસ્થ પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર આદરપૂર્ણ વંદન." નીતિશ કુમારના સ્વાસ્થ્ય વિશે અને કાવા-દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પ્રચાર દરમિયાન ખૂબ સક્રિય દેખાયા હતા. તેમણે વરસાદમાં લાંબા અંતર કાપતા ખુલ્લી જીપમાં રોડ શોમાં પણ ભાગ લીધો હતો. તેજસ્વી યાદવ સહિત અનેક વિપક્ષી નેતાઓ તેમના સ્વાસ્થ્ય અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા.
8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે
બિહાર વિધાનસભાની તમામ 243 બેઠકો પરના લગભગ 5 કરોડ મતોને 4372 કાઉન્ટિંગ ટેબલ પર ગણવામાં આવશે. પોસ્ટલ બેલેટની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને ઈવીએમના મતોની ગણતરી 8:30 વાગ્યે શરૂ થશે. આ સાથે જ 7 રાજ્ય અને કેન્દ્રશાસિત રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીના પણ પરિણામો આજે જ આવી જશે.
બહુમત માટે કેટલી બેઠક જરૂરી?
સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને તેના પછી ઈવીએમના વોટની ગણતરી શરૂ થશે. 243માંથી બહુમત માટે 122 બેઠકો જીતવી જરૂરી છે. આ વખતે લગભગ તમામ એક્ઝિટ પોલમાં NDAને બહુમત મળતું હોવાના દાવા કરાયા છે. જ્યારે મહાગઠબંધન પણ જીતનો દાવો કરવામાં પાછળ નથી. તેમણે કહ્યું હતું કે અમને તો એક્ઝેટ પોલ પર જ વિશ્વાસ છે.

