India

બિહાર વિધાનસભા ચૂંટણીના 'ઓપિનિયન પોલ'માં મહાગઠબંધન કે NDAમાં કોનું પલડું ભારે? જાણો

By GS TEAM
5 Nov 20252 mins read
TukuTouch Logo
બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે 6 નવેમ્બરે ગુરૂવારે થશે. તેની પહેલાં હાથ ધરાયેલા IANS_MATRIZE સર્વેમાં એનડીએની વાપસીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સર્વે અુસાર ,153માંથી 164 બેઠક પર જીત મેળવી એનડીએ ફરી એકવાર સત્તામાં પરત આવશે. તેજસ્વી યાદવની લીડરશીપની આરજેડીને માત્ર 76થી 87 બેઠક મળવાની ભવિષ્યવાણી થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિહાર વિધાનસભા ચૂંટણીના 'ઓપિનિયન પોલ'માં મહાગઠબંધન કે NDAમાં કોનું પલડું ભારે? જાણો

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે 6 નવેમ્બરે ગુરૂવારે થશે. તેની પહેલાં હાથ ધરાયેલા IANS_MATRIZE સર્વેમાં એનડીએની વાપસીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સર્વે અુસાર ,153માંથી 164 બેઠક પર જીત મેળવી એનડીએ ફરી એકવાર સત્તામાં પરત આવશે. તેજસ્વી યાદવની લીડરશીપની આરજેડીને માત્ર 76થી 87 બેઠક મળવાની ભવિષ્યવાણી થઈ છે. 

આ સર્વેમાં અનેક દાવાઓ વચ્ચે એક મહત્ત્વની ભવિષ્યવાણી પણ થઈ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હનુમાન ચિરાગ પાસવાનની પાર્ટીને મોટો ઝટકો વાગશે. તેમની લોજપાએ માત્ર ચારથી પાંચ બેઠકો મેળવી સંતોષ સ્વીકારવો પડશે. જો કે, એનડીએની બહુમતી સાથે જીત થશે.

લોજપાને મોટો ઝટકો

એનડીએ બેઠકની ફાળવણીમાં ચિરાગ પાસવાનની પાર્ટીને 29 બેઠક ફાળવી છે. જેમાં જો 4-5 બેઠક પર જીત હાંસલ થઈ તો તેને મોટો ઝટકો વાગશે અને પક્ષનો સ્ટ્રાઈક રેટ અત્યંત નીચો થશે. લોકસભા ચૂંટણીમાં પોતાના સ્ટ્રાઈક રેટના કારણે જ ચિરાગ પાસવાનની પાર્ટીને વિધાનસભામાં વધુ બેઠકો મળી હતી. સર્વેમાં જિતનરામ માંઝીને મોટી સફળતા મળતી જોવા મળી છે. તેમને 4-5 બેઠક મળવાની સાથે પક્ષનો સ્ટ્રાઈક રેટ 90 ટકા સુધી વધશે. કારણકે, તેમના પક્ષમાં છ બેઠક જ છે.

કોંગ્રેસને બેઠક આપતાં આરજેડીને નુકસાન

મહાગઠબંધનમાં આરજેડીને મોટું નુકસાન કોંગ્રેસના કારણે થઈ શકે છે. સર્વેમાં કોંગ્રેસને 7થી 9 બેઠક મળવાનો અંદાજ છે, જ્યારે તેણે 62 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે. જો સર્વે મુજબ પરિણામ આવ્યું તો, 2017માં થયેલી ભૂલનું પુનરાવર્તન થશે. ત્યારે તેજસ્વી યાદવે અખિલેશ યાદવને ઉત્તર પ્રદેશમાં 100 બેઠક આપી હતી. પરંતુ તેઓ માત્ર સાત પર જ જીત મેળવી શક્યા હતાં. સપાની કારમી હાર પાછળનું કારણ કોંગ્રેસને તેના  વર્ચસ્વ કરતાં વધુ બેઠક આપવી. જો બિહારમાં પણ સર્વે મુજબ પરિણામ મળ્યા તો કોંગ્રેસ વિરૂદ્ધ નિશ્ચિત રૂપે સવાલો ઉભા થશે.