India

RJD ઉમેદવારની ધરપકડથી રાજકારણ ગરમાયું, ઝારખંડમાં પોલીસ કાર્યવાહીથી મહાગઠબંધનમાં ખેંચતાણ

By GS TEAM
22 Oct 20252 mins read
TukuTouch Logo
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જ મહાગઠબંધનમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. એક તરફ, ઝારખંડ મુક્તિ મોરચા (JMM) એ સીટ-વહેંચણીથી નારાજ થઈને ગઠબંધન છોડી દીધું છે, તો બીજી તરફ, સાસારામથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર સત્યેન્દ્ર સાહની નામાંકન પત્ર ભર્યાના તુરંત બાદ ધરપકડ કરવામાં આવી છે. RJDએ આ ધરપકડને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે, જેનાથી ગઠબંધનમાં પહેલેથી જ રહેલી તિરાડ વધુ ઘેરી બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

RJD ઉમેદવારની ધરપકડથી રાજકારણ ગરમાયું, ઝારખંડમાં પોલીસ કાર્યવાહીથી મહાગઠબંધનમાં ખેંચતાણ

RJD Leader Arrested: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જ મહાગઠબંધનમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. એક તરફ, ઝારખંડ મુક્તિ મોરચા (JMM) એ સીટ-વહેંચણીથી નારાજ થઈને ગઠબંધન છોડી દીધું છે, તો બીજી તરફ, સાસારામથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર સત્યેન્દ્ર સાહની નામાંકન પત્ર ભર્યાના તુરંત બાદ ધરપકડ કરવામાં આવી છે. RJDએ આ ધરપકડને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે, જેનાથી ગઠબંધનમાં પહેલેથી જ રહેલી તિરાડ વધુ ઘેરી બની છે.

નામાંકન ભરતા જ ઉમેદવારની ધરપકડ 

RJDના ઉમેદવાર સત્યેન્દ્ર સાહ 20 ઓક્ટોબરના રોજ સાસારામ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. જેવી જ તેમની નામાંકન પ્રક્રિયા પૂરી થઈ, ઝારખંડ પોલીસની એક ટીમે 20 વર્ષ જૂના એક કેસમાં બિનજામીનપાત્ર વોરંટના આધારે તેમની ધરપકડ કરી લીધી. પોલીસ રેકોર્ડ મુજબ, સાહ વિરુદ્ધ લૂંટ, ધાડ અને આર્મ્સ એક્ટના ઉલ્લંઘન જેવા ગંભીર કેસો નોંધાયેલા છે.

JMM એ ગઠબંધન કેમ તોડ્યું? 

આ ઘટનાને RJD અને JMM વચ્ચેના બગડતા સંબંધો સાથે જોડવામાં આવી રહી છે. બિહાર ચૂંટણીમાં સીટ-વહેંચણી પર સહમતિ ન સધાતા JMM એ સોમવારે જ મહાગઠબંધનથી અલગ થવાની જાહેરાત કરી દીધી હતી. JMMના નેતા સુદિવ્ય કુમારે RJD અને કોંગ્રેસ પર દગાખોરીનો આરોપ લગાવતા કહ્યું, 'અમારો છ બેઠકો પર દાવો હતો, પરંતુ અમારી અવગણના કરવામાં આવી. હવે અમે ઝારખંડમાં પણ ગઠબંધનની સમીક્ષા કરીશું.'

આ પણ વાંચો: બિહારમાં મહાગઠબંધનને મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ મહિલા ઉમેદવારનું નોમિનેશન રદ

વિપક્ષની એકતાને ઝટકો! 

આ સમગ્ર ઘટનાક્રમથી બિહાર ચૂંટણીમાં વિપક્ષી એકતાને મોટો ફટકો પડ્યો છે. RJDએ આ મામલે સંતુલિત પ્રતિક્રિયા આપી છે, જ્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ કહ્યું છે કે 'આવા નિર્ણયો હાઈકમાન્ડ સ્તરે લેવાય છે. આ રાજકીય ધમાસાણ વચ્ચે, મહાગઠબંધન ચૂંટણી પહેલા જ વિખેરાયેલું જોવા મળી રહ્યું છે.'