બિહાર એક્ઝિટ પોલ: ફરી NDAને જ બહુમતી મળે તેવા અણસાર, જુઓ કોને કેટલી બેઠકોનું અનુમાન

Bihar Election Exit Polls: બિહાર વિધાનસભા ચૂંટણીમાં આજે બંને તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું છે. આગામી 14મી નવેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર થશે. જોકે તે પહેલા આજે વિવિધ એજન્સીઓએ વિધાનસભા ચૂંટણી માટે એક્ઝિટ પોલના આંકડા જાહેર કર્યા છે. જુઓ વિવિધ એજન્સીઓના અનુમાન પ્રમાણે કોને મળી રહ્યા છે જનતાના આશીર્વાદ....

NDAને બહુમતી મળે તેવા અણસાર
બિહાર વિધાનસભા ચૂંટણીના મોટા ભાગના એક્ઝિટ પોલમાં NDAની જીતનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી જ્યાં સૌથી મોટો પક્ષ બને તેવા અણસાર છે. સાથે સાથે નીતિશ કુમારની જનતા દળ યુનાઇટેડને પણ આ વખતે 60થી 80 બેઠકો મળે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો કોંગ્રેસને લાગવા જઈ રહ્યો છે.
શું કહે છે પોલ ઑફ પોલ્સના આંકડા?
જો તમામ એજન્સીઓના એક્ઝિટ પોલના આંકડાની સરેરાશ કાઢીએ તો NDAને 146, મહાગઠબંધનને 90 બેઠકો મળે તેવું અનુમાન છે. જ્યારે પ્રશાંત કિશોરની જન સુરાજ માત્ર શૂન્યથી બે બેઠકોમાં સમેટાઈ શકે છે. અન્યના ખાતામાં પાંચ જેટલી બેઠકો જઈ શકે છે.
બીજા તબક્કામાં રૅકોર્ડબ્રેક મતદાન
બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાયું. બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 67 ટકાથી વધુ મતદાન થયું. બિહારના મતદારોએ મોટી સંખ્યામાં વોટિંગ કરી રૅકોર્ડ બનાવ્યો. બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 122 બેઠકોની બહુમતીની જરૂર છે. રાજ્યમાં હાલ NDAની સરકાર છે અને નીતિશ કુમાર મુખ્યમંત્રી છે. સામે પક્ષે રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસે મહાગઠબંધન બનાવ્યું છે જેમાં અન્ય નાના પક્ષો પણ સામેલ છે.
બિહારમાં કયા પક્ષે કેટલી બેઠકો પર ચૂંટણી લડી?
NDA
ભારતીય જનતા પાર્ટી- 101
જનતા દળ યુનાઇટેડ- 101
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)- 28
હિન્દુસ્તાની આવામ મોરચા- 6
રાષ્ટ્રીય લોક મોરચા- 6
મહાગઠબંધન
રાષ્ટ્રીય જનતા દળ- 143
કોંગ્રેસ- 61
કોમ્યુનિસ્ટ પાર્ટી (માલે)- 20
વિકાસશીલ ઇન્સાન પાર્ટી- 12
કોમ્યુનિસ્ટ પાર્ટી- 9
કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)- 4
ઇન્ડિયન ઇનકલુઝિવ પાર્ટી- 3
OTHERS
જન સુરાજ પાર્ટી- 238
બહુજન સમાજ પાર્ટી- 130
આમ આદમી પાર્ટી- 121
જનશક્તિ જનતા દળ- 22
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ-મુસલમીન- 25
રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી- 25
આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)- 25

