Get The App

બિહારમાં ગુજરાત મોડલ નહીં અપનાવાય, 3 સૂત્રની ફોર્મ્યૂલા દ્વારા ભાજપ પસંદ કરશે ઉમેદવારો

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં ગુજરાત મોડલ નહીં અપનાવાય, 3 સૂત્રની ફોર્મ્યૂલા દ્વારા ભાજપ પસંદ કરશે ઉમેદવારો 1 - image


Bihar Election: બિહાર વિધાનસભા ચૂંટણી માટે શાસક પક્ષ એનડીએ ગઠબંધનમાં બેઠકની ફાળવણી મુદ્દે જાહેરાત કર્યા બાદ હવે ઉમેદવારોની જાહેરાત થશે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, ભાજપે ગઠબંધન હેઠળ ફાળવવામાં આવેલી તમામ 101 બેઠકો માટે ઉમેદવારોની પસંદગીને અંતિમ સ્વરૂપ આપ્યું છે, અને જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે.

સૂત્રો એ પણ સૂચવે છે કે પાર્ટી બિહારમાં ટિકિટ વિતરણમાં ગુજરાત મોડલ અપનાવશે નહીં. આનો અર્થ એ થયો કે તે 30% વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવાનો ઇન્કાર કરશે નહીં. ભાજપે ઘણીવાર ચૂંટણીઓમાં આ મોડલનો ઉપયોગ કર્યો છે, લગભગ 30% વર્તમાન ધારાસભ્યોનું પત્તું કાપે છે અને તેમની જગ્યાએ યુવા ઉમેદવારોને તક આપેછે, પરંતુ આ વખતે બિહારમાં આ મોડલ અપનાવવામાં આવશે નહીં.

શું છે ત્રણ સૂત્રીય ફોર્મ્યુલા?

ભાજપ વર્તમાન 16 ધારાસભ્યોને ટિકિટ આપવાનો ઇન્કાર કરી શકે છે. વધુમાં, 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ ટિકિટ મળી શકે છે. ભાજપ જે ધારાસભ્યોનું પત્તું કાપશે, તેમના સ્થાને મહિલાઓ અને યુવાનોને મેદાનમાં ઉતારવાની રણનીતિ વિકસાવી છે. સૂત્રો અનુસાર, ભાજપ ત્રણ-મુદ્દાની ફોર્મ્યુલાના આધારે સહયોગી પક્ષને ફાળવવામાં આવેલી તમામ 101 બેઠક માટે ઉમેદવારો ઊભા રાખશે. આ અંતર્ગત, જાતિય સમીકરણો, જીતી શકાય તેવા ઉમેદવારો અને યુવાનોની ભાગીદારી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

ગુજરાત મોડલ નહીં અપનાવે

સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે ભાજપ મોટાભાગે વર્તમાન ધારાસભ્યોને મેદાનમાં ઉતારી રહી છે કારણ કે તેમાંના ઘણા 2020માં નવા ચહેરા હતા. પાર્ટી માને છે કે પહેલી વાર ચૂંટાયેલા ધારાસભ્યો અને સરકાર સામે કોઈ એન્ટિ-ઇન્કમ્બન્સી નથી, તેથી સરેરાશ 30% ધારાસભ્યોનું પત્તુ કાપવાનું ગુજરાત મોડલ અપનાવાશે નહીં. પાર્ટી આ વખતે ઘણી મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની રણનીતિ પર પણ કામ કરી રહી છે. એવી ચર્ચા છે કે પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં કેટલાક કેન્દ્રીય નેતાઓને પણ મેદાનમાં ઉતારી શકે છે. પાર્ટી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આ મોડલ અપનાવી ચૂકી છે.

આ પણ વાંચોઃ દિગ્ગજ ભાજપ નેતાને રાજીનામું આપવાની ઇચ્છા, કહ્યું- મંત્રી બન્યો ત્યારથી આવક ઓછી થઈ ગઈ

ઉમેદવારોની જાહેરાત ક્યારે કરવામાં આવશે?

રવિવારે સાંજે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જ્યાં પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપના મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ, કેન્દ્રીય ચૂંટણી સમિતિના અન્ય સભ્યો અને બિહારના વરિષ્ઠ પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલે જણાવ્યું હતું કે તેઓ સોમવાર સાંજથી ઉમેદવારોની જાહેરાત શરુ કરશે.

બીજા તબક્કાનું નોમિનેશન શરુ

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન થઈ રહેલી 122 બેઠકો માટે નોમિનેશન પ્રક્રિયા પણ સોમવારે શરુ થઈ હતી. ચૂંટણી પંચે 11 નવેમ્બરે આ બેઠકો પર મતદાન માટે સૂચના જારી કરીને નોમિનેશન પ્રક્રિયા શરુ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બેઠકો માટે ઉમેદવારો 20 ઑક્ટોબર સુધી નામાંકન પત્રો દાખલ કરી શકે છે, જ્યારે પાછી ખેંચવાની છેલ્લી તારીખ 23 ઑક્ટોબર છે. પ્રથમ તબક્કાની 121 બેઠકો માટે નામાંકન પ્રક્રિયા શુક્રવારે શરુ થઈ હતી. આ બેઠકો માટે મતદાન 6 નવેમ્બરે થશે. પ્રથમ તબક્કાના ઉમેદવારો 17 ઑક્ટોબર સુધી જ નામાંકન દાખલ કરી શકશે. રાજ્યની તમામ 243 વિધાનસભા બેઠકો માટે મત ગણતરી 14 નવેમ્બરે થશે.

બિહારમાં ગુજરાત મોડલ નહીં અપનાવાય, 3 સૂત્રની ફોર્મ્યૂલા દ્વારા ભાજપ પસંદ કરશે ઉમેદવારો 2 - image

Tags :