India

ભાજપે ચિરાગ પાસવાન અને કુશવાહાને મનાવી લીધા? 13 ઑક્ટોબરે જાહેર થઈ શકે છે NDA ઉમેદવારોની યાદી

By GS TEAM
9 Oct 20252 mins read
TukuTouch Logo
Bihar Election 2025: ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે બાદથી જ NDA અને મહાગઠબંધન બંનેમાં બેઠકોની વહેંચણીને લઈને ધમપછાડા ચાલી રહ્યા છે. બંને તરફ નાના પક્ષો મોટા પક્ષ પાસેથી વધુને વધુ બેઠકોની માંગ કરી રહ્યા છે. બીજી તરફ ત્રીજા પક્ષ તરીકે મેદાનમાં આવેલા પ્રશાંત કિશોરે આજે તેમના 51 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. એવામાં હવે NDAના ઉમેદવારોનું લિસ્ટ 13 ઓક્ટોબરે જાહેર થાય તેવી શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપે ચિરાગ પાસવાન અને કુશવાહાને મનાવી લીધા? 13 ઑક્ટોબરે જાહેર થઈ શકે છે NDA ઉમેદવારોની યાદી

Bihar Election 2025: ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે બાદથી જ NDA અને મહાગઠબંધન બંનેમાં બેઠકોની વહેંચણીને લઈને ધમપછાડા ચાલી રહ્યા છે. બંને તરફ નાના પક્ષો મોટા પક્ષ પાસેથી વધુને વધુ બેઠકોની માંગ કરી રહ્યા છે. બીજી તરફ ત્રીજા પક્ષ તરીકે મેદાનમાં આવેલા પ્રશાંત કિશોરે આજે તેમના 51 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. એવામાં હવે NDAના ઉમેદવારોનું લિસ્ટ 13 ઑક્ટોબરે જાહેર થાય તેવી શક્યતા છે. 

NDAમાં ચર્ચા થઈ ગઈ હોવાની અટકળો 

સૂત્રો અનુસાર NDAમાં બેઠકોની વહેંચણી લગભગ નક્કી થઈ ગઈ છે. નાના પક્ષો સાથે વાતચીત કરવા માટે નીતિશ કુમારના પક્ષ જનતા યુનાઇટેડે હાથ પાછળ ખેંચી લેતા ભારતીય જનતા પાર્ટીએ જ અન્ય પક્ષો સાથે ચર્ચા કરી છે. શરુઆતમાં એવા મીડિયા અહેવાલો વહેતા થયા હતા ચિરાગ પાસવાન વધુ બેઠકોની માંગ કરીને ભારતીય જનતા પાર્ટીની ચિંતા વધારી રહ્યા છે. જોકે હવે ભાજપે ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી તથા ઉપેન્દ્ર કુશવાહા એમ ત્રણેય નાના પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરી લીધી હોવાની અટકળો છે. 

Bihar Assembly Elections 2025

દિલ્હીમાં યોજાશે હાઇલેવલ બેઠક

આગામી 11મી ઑક્ટોબરે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની બિહાર કોર ગ્રૂપની બેઠક યોજાઈ શકે છે. જે બાદ 12મી ઑક્ટોબરે ભાજપ હાઇકમાન્ડની બેઠક યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા ભાજપ પ્રમુખ પણ સામેલ થશે. આ બેઠકમાં ઉમેદવારોના નામ પર મહોર વાગશે. જે બાદ 13 ઑક્ટોબરે NDAની સંયુક્ત યાદી જાહેર થઈ શકે છે.