બિહાર ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી, 48 નામોની જાહેરાત

Bihar Assembly Election-2025 : બિહાર વિધાનસભા ચૂંટણી-2025ને લઈને કોંગ્રેસ પાર્ટીની પહેલી યાદી આજે ગુરુવારે (16 ઓક્ટોબર) મોડી રાત્રે જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 48 ઉમેદવારોના નામનો સમાવેશ કરાયો છે, ત્યારે ચૂંટણીના પ્રથમ તબક્કામાં લડી રહેલા ઉમેદવારોની કુલ સંખ્યા 24 થઈ ગઈ છે. યાદી અનુસાર, નાલંદાથી કૌશલેન્દ્ર કુમારને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે જયેશ મંગલ સિંહને બગાહાથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.