India

'એક સમયે PM પદના દાવેદાર નીતિશ હવે CM બનશે કે નહીં, તે પણ નક્કી નથી', ગેહલોતના પ્રહાર

By GS TEAM
29 Oct 20253 mins read
TukuTouch Logo
બિહાર વિધાનસભા ચૂંટણી માટે એક પછી એક જનસભાઓ યોજાઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસના બિહાર વિધાનસભા ચૂંટણી પ્રભારી અને વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરો કટાક્ષ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'એક સમયે PM પદના દાવેદાર નીતિશ હવે CM બનશે કે નહીં, તે પણ નક્કી નથી', ગેહલોતના પ્રહાર

Bihar Assembly Election-2025 : બિહાર વિધાનસભા ચૂંટણી માટે એક પછી એક જનસભાઓ યોજાઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસના બિહાર વિધાનસભા ચૂંટણી પ્રભારી અને વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરો કટાક્ષ કર્યો છે.

ભાજપ નીતિશને CM પદના ઉમેદવાર જાહેર કરવા તૈયાર નથી : ગેહલોત

ગેહલોતે આકરા પ્રહારો કરતા કહ્યું કે, ‘એક સમય હતો જ્યારે નીતિશ કુમાર વડાપ્રધાન પદના દાવેદાર હતા, અને હવે ભાજપ તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવા પણ તૈયાર નથી. આજે નીતિશ એવી પરિસ્થિતિમાં ફસાયા છે કે, જો સરકાર બનશે તો પણ તેઓ મુખ્યમંત્રી બનશે કે નહીં, તે પણ નક્કી નથી. નીતિશે વારંવાર વિવિધ પક્ષો સાથે ગઠબંધન કરીને પોતાની રાજકીય છબીને નુકસાન પહોંચાડ્યું છે.’

બિહારમાં મહાગઠબંધન જીતશે : ગેહલોતનો દાવો

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી ગેહલોતે (Rajasthan Former CM Ashok Gehlot) દાવો કર્યો છે કે, ‘બિહારમાં મહાગઠબંધન જ જીતશે. રાજ્યમાં પરિવર્તન માત્ર મહાગઠબંધન માટે જ નહીં, પણ સમગ્ર દેશ માટે જરૂરી છે. આ માત્ર બિહારની ચૂંટણી નથી, પરંતુ સમગ્ર દેશને એક મજબૂત સંદેશ આપનારી ચૂંટણી છે. મહાગઠબંધન એકજૂટ છે અને રાહુલ ગાંધીની યાત્રા પછી બિહારનું રાજકીય વાતાવરણ સંપૂર્ણ બદલાઈ ગયું છે.’

આ પણ વાંચો : VIDEO : સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ કરે... મહારાષ્ટ્રના નાગપુરમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન, હાઈવે ચક્કાજામ

બિહારની ચૂંટણી તારીખ અને મતદારોનો ડેટા

બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બરના રોજ યોજાશે. બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.  ચૂંટણી પંચના આંકડા અનુસાર, બિહારમાં કુલ 7.43 કરોડ મતદારો છે, જેમાં આશરે 3.92 કરોડ પુરૂષ, 3.50 કરોડ મહિલા અને 1725 ટ્રાન્સજેન્ડર સામેલ છે. 7.2 લાખ દિવ્યાંગ અને 4.04 લાખ 85 વર્ષથી વધુ વયજૂથના મતદારો સામેલ છે. તદુપરાંત 14 હજાર મતદાર 100 વર્ષ કે તેથી વધુ વય ધરાવે છે. આ વર્ષે 14.01 લાખ યુવાનો પ્રથમ વખત મત આપશે. આ તમામ આંકડા 30 સપ્ટેમ્બર, 2025 સુધીના છે. અગાઉ 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં થઈ હતી. 28 ઑક્ટોબર, 2020ના રોજ પ્રથમ તબક્કો, 3 નવેમ્બર, 2020ના રોજ બીજો અને 7 નવેમ્બર, 2020ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ હતી. જેની મત ગણતરી 10 નવેમ્બર, 2020ના રોજ થઈ હતી. તે સમયે ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવવા પાછળનું ગણિત રાજ્યના અમુક હિસ્સામાં નક્સલી અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ હતી.

આ પણ વાંચો : નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજપના હાથમાં... મુઝફ્ફરપુરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી