ગુજરાતમાં વીજ બિલના ફ્યૂલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો, સામાન્ય નાગરિકોને કોઈ લાભ નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Relief News: ગુજરાતના વીજ ગ્રાહકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. હવે માસિક વીજ બિલમાં ઘટાડો જોવા મળશે. કારણ કે રાજ્ય સરકાર દ્વારા ફ્યૂલ સરચાર્જ એટલે કે ફ્યૂલ પ્રાઇસ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ (FPPPA)માં 15 પૈસાનો ઘટાડો કરાયો છે. નાણાં મંત્રી કનુ દેસાઈએ આ અંગે જણાવ્યું હતું કે, '1 જુલાઈ, 2025થી આ ઘટાડો લાગુ થશે. આ ચાર્જ ઘટાડો સરકારી વીજ કંપનીઓ એવી PGVCL, MGVCL, UGVCL,DGVCLના ગ્રાહકોને જ લાગુ પડશે.' જો કે, આ નજીવા ઘટાડાથી સામાન્ય જનતાને કોઈ મોટો લાભ થવાની આશા નથી.
તમને જણાવી દઈએ કે, વીજ ગ્રાહકો પાસેથી ફ્યૂલ ચાર્જ તરીકે પ્રતિ યુનિટ રૂ. 2.45 વસૂલવામાં આવતા હતા. હવે તેમાં ફ્યૂલ ચાર્જમાં 15 પૈસાનો થશે ઘટાડો. અગાઉ ફ્યૂલ ચાર્જ 2.45 રૂપિયા હતો. જેમાં 15 પૈસાનો ઘટાડો કરાતા 2.30 રૂપિયા થશે. મહત્ત્વનું છે કે, જાન્યુઆરી 2024માં 50 પૈસા અને ઓક્ટોબર 2024માં 40 પૈસાનો ઘટાડો કરાયો હતો.









