Get The App

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: જાણો CBSE બોર્ડની પરીક્ષાના પરિણામની સંભવિત તારીખો

Updated: Mar 31st, 2025

GS TEAM


Google News
Google News
વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: જાણો CBSE બોર્ડની પરીક્ષાના પરિણામની સંભવિત તારીખો 1 - image


Image: Facebook

CBSE Board Exam Results Dates: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)ની તરફથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2025 સુધી આયોજિત કરવામાં આવી હતી. આ વર્ષે લગભગ 24.12 લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ આ પરીક્ષાઓમાં ભાગ લીધો હતો. હવે તમામ સ્ટુડન્ટ્સ આતુરતાથી રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. રિઝલ્ટ ચેક કરવા માટે વિદ્યાર્થી અહીં આપેલા સ્ટેપ્સને ફોલો કરી શકે છે.

રિપોર્ટ અનુસાર સીબીએસઈ ટૂંક સમયમાં જ 10મા ધોરણની બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર કરી શકે છે. શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે રિઝલ્ટ 10થી 15 મે 2025ની વચ્ચે જાહેર કરી શકાય છે. ગયા વર્ષે પણ બોર્ડે 13 મે એ પરિણામ જાહેર કર્યા હતા. તેથી આ વખતે પણ આ સમયની આસપાસ રિઝલ્ટ આવવાની આશા છે.

CBSE 10th Result 2025: ક્યાં અને કેવી રીતે જોઈ શકશો રિઝલ્ટ?

CBSE Board 10th Result 2025 માત્ર ઓનલાઇન જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી પોતાનું રિઝલ્ટ સીબીએસઇની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર ચેક કરી શકશે. આ સિવાય ડિઝિલોકર એપ અને પોર્ટલ results.digilocker.gov.in કે SMS દ્વારા પણ રિઝલ્ટ મેળવી શકાય છે.

આ પણ વાંચો: વારંવાર મેમો છતાં દંડ ન ભરતાં વાહનચાલકોની હવે ખેર નહીં, સરકારની નવો નિયમ બનાવવાની તૈયારી

CBSE 10th Result 2025: કમ્પાર્ટમેન્ટ/ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષા માટે અરજી

જો કોઈ વિદ્યાર્થી એક કે બે વિષયોમાં નાપાસ થઈ જાય છે કે પછી પોતાના રિઝલ્ટથી સંતુષ્ટ નથી તો તે કમ્પાર્ટમેન્ટ/ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષા માટે અરજી કરી શકે છે. આ પરીક્ષા દ્વારા વિદ્યાર્થી નાપાસ થયેલા વિષયમાં બીજી વખત પરીક્ષા આપીને પોતાનું વર્ષ બચાવી શકે છે.

CBSE 10th Result 2025: રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું

સ્ટેપ 1: વિદ્યાર્થીએ સૌથી પહેલા સીબીએસઇની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જવું.

સ્ટેપ 2: તે બાદ હોમપેજ પર આપવામાં આવેલી CBSE 10th Result 2025 લિંક પર ક્લિક કરવું.

સ્ટેપ 3: હવે તમારી સામે નવું પેજ ખુલશે.

સ્ટેપ 4: તે બાદ રોલ નંબર અને સ્કૂલ કોડ નોંધીને સબમિટ કરો.

સ્ટેપ 5: હવે તમારી માર્કશીટ સ્ક્રીન પર આવી જશે.

સ્ટેપ 6: પછી વિદ્યાર્થી માર્કશીટને ડાઉનલોડ કરી શકે છે અને પ્રિન્ટ પણ લઈ શકે છે.

Tags :