Get The App

હરિયાણા કોંગ્રેસમાં મોટો ફેરફાર, કુમારી શૈલેજાના બદલે ઉદય ભાન બન્યા હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ

Updated: Apr 27th, 2022

GS TEAM


Google News
Google News
હરિયાણા કોંગ્રેસમાં મોટો ફેરફાર, કુમારી શૈલેજાના બદલે ઉદય ભાન બન્યા હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ 1 - image


- પૂર્વ સાંસદ શ્રુતિ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય રામ કિશન ગુર્જર, જિતેન્દ્ર ભારદ્વાજ અને સુરેશ ગુપ્તાને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

હરિયાણા, તા. 27 એપ્રિલ 2022, બુધવાર

હરિયાણામાં કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશ અધ્યક્ષ પદમાં મોટો ફેરફાર કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસે પોતાના હરિયાણા એકમના વરિષ્ઠ નેતા ઉદય ભાનની પ્રદેશ કોંગ્રેસ કમિટીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. બીજી તરફ પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુ ગોપાલ તરફથી જારી કરવામાં આવેલા નિવેદન પ્રમાણે ઉદય ભાનને હરિયાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ નિમણૂક કરવાની સાથે શ્રુતિ ચૌધરી, રામ કિશન ગુર્જર, જિતેન્દ્ર કુમાર ભારદ્વાજ અને સુરેશ ગુપ્તાને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ઉદય ભાનને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. આ અગાઉ તેઓ અનેક વખત ધારાસભ્ય પણ રહ્યા છે. તેમણે કુમારી સૈલેજાનું સ્થાન લીધું છે. 

કોંગ્રેસ હાઈકમાન્ડે કુમારી સેલજાનું રાજીનામું સ્વીકારી લીધું છે અને પ્રદેશ અધ્યક્ષ તરીકે ઉદય ભાનના નામની જાહેરાત કરી દીધી છે. 

હરિયાણા કોંગ્રેસમાં મોટો ફેરફાર, કુમારી શૈલેજાના બદલે ઉદય ભાન બન્યા હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ 2 - image



મળતી માહિતી પ્રમાણે હુડ્ડાને ખુશ કરવા પાર્ટી જાટ સમુદાયને પોતાના પક્ષમાં લાવવા માગે છે પરંતુ તેઓ શૈલેજાને હટાવીને ખોટો સંદેશો પણ આપવા મથી માગતા. આવી સ્થિતિમાં હુડ્ડા કેમ્પના નેતા ઉદય ભાનને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેઓ 4 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હુડ્ડાના નજીકના વ્યક્તિ છે. આ ઉપરાંત તેઓ દલિત નેતા પણ છે. આમ, કોંગ્રેસ કોંગ્રેસ દલિત નેતા કુમારી શૈલેજાને હટાવવાનું ડેમેજ કન્ટ્રોલ પણ કરી લેશે અને હુડ્ડા કેમ્પની માગ પણ પૂરી થઈ જશે. 

બીજી તરફ હરિયાણામાં આમ આદમી પાર્ટીની વધતી સક્રિયતાને કારણે પણ કોંગ્રેસમાં ચાલી રહેલા તણાવને સમાપ્ત કરવો જરૂરી બની ગયો હતો. હાલમાં જ કોંગ્રેસે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસે વર્કિંગ કમિટીના સંગઠનમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો હતો. 


Tags :