FOLLOW US

AAPને કર્ણાટકમાં મોટો ઝટકોઃ મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ ભાસ્કર રાવ BJPમાં જોડાયા

Updated: Mar 1st, 2023


- AAPમાં ભ્રષ્ટાચાર સામે લડવાના નામે ભંડોળ એકત્ર કરવામાં આવે છેઃ ભાસ્કર રાવ

નવી દિલ્હી, તા. 01 માર્ચ 2023, બુધવાર

કર્ણાટક ચૂંટણી પહેલા જ AAPને મોટો ઝટકો લાગ્યો છે. અહીં AAP મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ અને બેંગ્લુરુના પૂર્વ કમિશનર ભાસ્કર રાવે અરવિંદ કેજરીવાલનો સાથે છોડી દીધો છે. ભાસ્કર રાવ બુધવારના રોજ AAPમાંથી રાજીનામું આપીને BJPમાં જોડાયા છે.

BJPમાં જોડાયા બાદ ભાસ્કર રાવે કહ્યું હતું કે, 'હું પીએમના કામોને જોઈને BJPમાં જોડાયો છે. AAPમાં પારદર્શિતાનો અભાવ છે. તે બહુરાષ્ટ્રીય કોર્પોરેશનની જેમ ચલાવવામાં આવે છે. ભ્રષ્ટાચાર સામે લડવાના નામે ભંડોળ એકત્ર કરવામાં આવે છે.'

તેમણે વધુમાં કહ્યું હતું કે, 'મને લાગે છે કે હું BJPમાં વધુ યોગદાન આપી શકું છું. સમગ્ર ભારતમાં તેની વિશાળ હાજરી છે. પીએમ મોદીના વિઝને મને પાર્ટીમાં જોડાવાની પ્રેરણા આપી હતી. AAPનો વિકાસ હવે નહીં થઈ શકે. તે એક મંડળીના હાથમાં છે, તે શરમજનક છે કે તેના બે મંત્રીઓ જેલમાં છે. પાર્ટીમાં સ્પષ્ટતા નથી.' 

AAPમાં જોડાયા હતા

રાવે મંગળવારના રોજ કર્ણાટકના મહેસૂલ મંત્રી આર અશોકની મુલાકાત લીધી હતી. એવા પણ અહેવાલ છે કે તેઓ તમિલનાડુ BJP અધ્યક્ષ કે અન્નામલાઈ, કર્ણાટક ચૂંટણી માટે પાર્ટીના સહ-પ્રભારી અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને મળ્યા હતા. IPSમાંથી રાજીનામું આપનાર રાવ ગત વર્ષે એપ્રિલ મહિનામાં AAPમાં જોડાયા હતા અને તાજેતરમાં જ પાર્ટીની મેનિફેસ્ટો કમિટિના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા. તેઓ રાજ્યમાં પાર્ટીના એક અગ્રણી ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. 

Gujarat
IPL-2023
Magazines