આ યૂનિવર્સિટીમાં ભણાવવામાં આવશે 'ભૂત વિદ્યા', શરૂ કરવા જઈ રહી છે સર્ટિફિકેટ કોર્સ
નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર 2019, ગુરુવાર
ભૂતોની અલૌકિક દૂનિયા વિશે જાણવામાં જો તમને રસ હોય તો હવે બનારસ હિન્દૂ વિશ્વવિદ્યાલય (BHU) ‘ભૂત વિદ્યા’ અથવા ‘સાયન્સ ઓફ પેરાનોર્મલ’નો એક કોર્સ શરૂ કરવા જઈ રહી છે. જેમાં તમે ‘ભૂત વિદ્યા’ અથવા ‘સાયન્સ ઓફ પેરાનોર્મલ’નો અભ્યાસ કરી શકો છો. યૂનિવર્સિટી આ વિષય પર 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી રહી છે. આ કોર્સમાં ડોક્ટરોને મનોચિકિત્સા સંબંધી વિકારો અને અસામાન્ય કારણોથી થનાર અસામાન્ય મનોવૈજ્ઞાનિક સ્થિતિઓની સારવાર માટે ઉપચાર અને મનોચિકિત્સા વિશે અભ્યાસ કરાવવામાં આવશે, જેને ઘણા બધા લોકો ભૂતના કારણે થતું હોવાનું માને છે.
આ કોર્સની પ્રથમ બેન્ચ જાન્યુઆરીથી શરૂ થશે અને આયુર્વેદ ફેકલ્ટી દ્વારા સંચાલિત કરવામાં આવશે. ભૂતના કારણે થનાર માનસિક વિકારો અને બિમારીઓના ઉપચાર બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી (BMMS) અને બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી (MBBS) ડિગ્રી ધારકોને શિખાડવામાં આવશે.
આયુર્વેદ ફેકલ્ટીના ડીન યામિની ભૂષણ ત્રિપાઠી અનુસાર, “બ્રાન્ચ વિશે ડોક્ટરોને ઔપચારિક શિક્ષણ આપવા માટે આયુર્વેદ ફેકલ્ટીમાં ભૂતના અભ્યાસ માટે એક અલગ એકમ બનાવવામાં આવ્યો છે.” તેમને કહ્યું, “આ ભૂત-સંબંધી બિમારીઓ અને માનસિક વિકારોની સારવાર માટે આયુર્વેદિક ઉપચારથી સંબંધિત છે.”
તેમણે વધુમાં કહ્યું કે, ભૂત વિદ્યા અષ્ટાંગ આયુર્વેદવની આઠ પ્રાથમિક શાખાઓમાંથી એક છે. આ મુખ્ય રૂપથી માનસિક વિકારો, અજ્ઞાત કારણો અને મન અથવા માનસિક સ્થિતિઓના રોગો સાથે સંબંધિત છે. બીએચયૂમાં આયુર્વેદ ફેકલ્ટીમાં ભૂત વિદ્યાની એક અલગ એકમ બનાવવા અને આ વિષય પર સર્ટિફિકેટ કોર્સ ડિઝાઇન કરનાર દેશની પણ પ્રથમ ફેકલ્ટી પણ બની ગઇ છે.
આ આયુર્વેદ શાખા માટે છ મહિના પહેલાથી એક અલગ એકમ સ્થાપિત કરવાની કોશિષ શરૂ થઇ હતી. એકમમાં બધા 16 વિભાગોના પ્રમુખોની બેઠક પછી આ પ્રસ્તાવનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. તે પછી પ્રસ્તાવ યુનિવર્સિટીના એકેડમિક પરિષદને મોકલવામાં આવ્યો હતો, જેને અષ્ટાંગ આર્યુર્વેદની પ્રાથમિક શાખાઓમાંથી એક પર એક અલગ એકમ અને એક પ્રમાણપત્ર પાઠ્યક્રમની મંજૂરી આપી.