બેંગ્લોર, તા. 17.જુલાઈ, 2018 મંગળવાર
કર્ણાટકના બેંગ્લોર રૂરલ વિભાગમાં ફરજ બજાવી રહેલા એક આઈપીએસ ઓફિસરનો સેક્સ વીડિયો વાયરલ થતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.
એસપી ભીમશંકર ગુડેલ પર એક સોફ્ટેવર એન્જિનિયરે આરોપ લગાવ્યો છે કે મારી પત્નીને એસપીએ સબંધો રાખવા માટે બળજબરી કરી છે. પુરાવારૂપે તેણે એક વીડિયો પણ જાહેર કરી દીધો હતો.જેમાં એસપી મહિલા સાથે કિસ કરતા નજરે પડે છે. આ ઉપરાંત વીડિયોમાં મહિલા સાથે એસપીની બીજી પણ તસવીરો છે.
એ પછી આ આઈપીએસ અધિકારીને હટાવી દેવાયા છે અને તેની જગ્યાએ ટીપી શિવકુમારની વરણી કરાઈ છે. ગુલેડને હાલમાં કોઈ પોસ્ટિંગ અપાઈ નથી.
મહિલાના પતિએ પોતાની પત્ની ગુમ હોવાના આરોપ પણ લગાવ્યા છે. એ પછી સરકારે એક તપાસ સમિતિ બનાવી છે.


