દુધથી વધારે બિયર પીવું ફાયદાકારક, PETAના આ દાવાથી ચર્ચાએ વેગ પકડ્યો
નવી દિલ્હી, તા. 09 ડિસેમ્બર 2019, સોમવાર
દારુ કે બિયરનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં નથી આવી રહ્યું ત્યારે બીજી બાજું PETA(પીપલ્સ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ)એ દુઘ કરતા બિયર પીવું ફાયદાકારક ગણાવ્યું છે. શારિરીક અને માનસિક વિકાસ માટે દુધના ફાયદા સૌ કોઈ જાણે છે. પરંતુ PETA અનુસાર બિયર પીવું દુધથી વધારે ફાયદાકારક છે. બિયર ના માત્ર હાડકાં માટે મજબૂત બનાવે છે, પરંતુ તેને પીવાંથી ઉંમર પણ વધે છે. પેટાએ લોકોને દુધ નહી પીવાંની સલાહ આપી છે.
પેટાએ આ દાવો હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થની એક રિપોર્ટના આધારે કર્યો છે. પેટાએ દુધ પીવાના નુંસસાનને ઉજાગર કર્યાં છે. તેમા જણાવ્યું છે કે, દુધથી મોટાપો, ડાયાબિટિસ અને કેંન્સર જેવી ઘાતક બિમારીઓનું કારણ બને છે. આ નિવેદનને શાકાહારી હોવાના ફાયદા સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યું છે. આ દાવા બાદ એક મોટી ચર્ચાએ વેગ પકડ્યો છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
બિયરને એક આલ્કોહોલ બેવરેજ માનવામાં આવે છે. તેને બનાવવા માટે જે વસ્તુનો ઊપયોગ કરવામાં આવે છે તેમાં ઘણાં પોષકતત્વો હોય છે. બિયરમાં 90% પાણી સિવાય ફાઈબર, કેલ્શિયમ, આર્યન સહિત શરીરને ફાયદો આપતા ઘણાં પોષક તત્વો હોય છે. પેટા તરફથી જાહેર કરવામાં આવેલા આ નિવેદનમાં તે પણ જણાવાયું છે કે, બિયર દુધથી વધારે ફાયદા કારક છે પરંતું તેમ છતાં તે આલ્કોહોલ યુક્ત પ્રોજક્ટ છે. જરૂર કરતા વધારે બિયર પીવું સ્વાસ્થ્ય માટે ખતરનાક છે.