બાઈકથી કટ મારવા મામલે બબાલ થઇ, 12મું ભણતાં વિદ્યાર્થીને ચપ્પાના ઘા મારી મારી નાખ્યો

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
બાઈકથી કટ મારવા મામલે બબાલ થઇ, 12મું ભણતાં વિદ્યાર્થીને ચપ્પાના ઘા મારી મારી નાખ્યો 1 - image


Image Source: Twitter

Baramati Student Murder: મહારાષ્ટ્રના બારામતીથી એક ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે. ત્યાં 12માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. મૃતક વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીએ જ આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. 

પરસ્પર વિવાદના કારણે આ હત્યાકાંડને અંજામ આપ્યો

મૃતકની ઓળખ અર્થવ પોલ લામના યુવક તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પરસ્પર વિવાદના કારણે આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. બંને વચ્ચે 15 દિવસ અગાઉ બાઈક ચલાવતી વખતે કટ મારવા મામલે બબાલ ઈ હતી. તે સમયે બંનેએ એક-બીજાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

12મું ભણતાં વિદ્યાર્થીને ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપી વિદ્યાર્થી સ્કૂલ બેગમાં ચપ્પુ સાથે લઈને જ આવ્યો હતો. ત્યારબાદ અથર્વ જેવો તેની સામે આવ્યો તેણે તાબડતોડ ચપ્પુના ઘા ઝીંકી દીધા. અથર્વનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું. આ ઘટના બાદ કોલેજ કેમ્પસમાં અફરાતફરી મચી ગઈ. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને એક આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે જ્યારે બીજો આરોપી ફરાર થઈ ગયો છે. 

આ મામલે અધિક પોલીસ અધિક્ષક ગણેશ બિરાદરે જણાવ્યું કે, મૃતક અને બંને આરોપીઓ સગીર છે તેથી આરોપીઓના નામ જાહેર કરવામાં નથી આવ્યા. ઘટનાની તપાસ ચાલી રહી છે.


Google NewsGoogle News