India

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા

By GS TEAM
30 Mar 20261 min read
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૩૦

ગ્રાહક લોકરમાં કઇ કિંમતી વસ્તુઓ રાખે છે તે બેંક જોઇ શક્તી નથી અને રેકોર્ડ પણ રાખી શકતી નથી કારણકે આમ કરવું બેકિંગ નિયમોનું ભંગ ગણાશે તેમ નાણા પ્રધાન નિર્મલા સિતારમને એક નિવેદનમાં જણાવ્યું હતું.

નાણા પ્રધાને લોકરમાં રાખેલ વસ્તુઓને આધારે અલગ અલગ વીમા કવરેજ આપવાની સંભાવનાઓને પણ નકારી કાઢી હતી.

સિતારમને કોંગ્રેસ નેતા અને ગઢચિરોલી-ચિમૂર સંસદીય ક્ષેત્રનાં સાંસદ નામદેવ દાસરામ કિરસન દ્વારા પૂછવામાં આવેલા એક પૂરક પ્રશ્રનાં જવાબમાં આ માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે ગ્રાહકે લોકરમાં શું રાખ્યું છે તે જાણવું બેકિંગ નિયમોનો ભંગ છે. તેથી મારા માટે એ નક્કી કરવાનો કોઇ આધાર નથી કે વીમા કવરેજ અલગ અલગ હોવો જોઇએ કે નહીં.

નાણા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે લોકર ધારકો માટે માનક કવરેજ કોઇ પણ નુકસાનની સ્થિતિમાં વાર્ષિક લોકર ભાડાનું ૧૦૦ ગણું નક્કી કરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે આવું એટલા માટે છે કારણકે બેંક લોકરમાં રાખેલ વસ્તુઓનૂું નિરીક્ષણ અથવા મૂલ્યાંકન કરી શકાતું નથી જેના કારણે વાસ્તવિક મૂલ્યને આધારે વીમો પ્રદાન કરવો અવ્યવહારિક થઇ જાય છે.

તેમણે જણાવ્યું હતું કે જો કોઇ નુકસાન થાય છે જેમ કે લોકર તૂટવા કે અન્ય કોઇ કારણથી તો નુકસાનની ભરપાઇ માટે લોેકરનાં ભાડાની ૧૦૦ ગણી રકમ આપવામાં આવશે.