હડતાળ પહેલા બેંકનો મોટો નિર્ણય, 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ATMમાંથી રૂપિયા ઉપાડવા પર નહીં લાગે ચાર્જ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Public Sector Banks Waive ATM Charges: દેશભરમાં 28થી 30 સપ્ટેમ્બર સુધી તમામ સરકારી અને ખાનગી બેંકો ત્રણ દિવસીય હડતાળ પર રહેવાની છે. આ પહેલાં સરકારી બેંકોએ ગ્રાહકોને થોડી રાહત આપવાના હેતુથી એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હડતાળ દરમિયાન ગ્રાહકોને એટીએમમાંથી પૈસા ઉપાડવામાં સરકારી બેંકોએ રાહત આપવાનો નિર્ણય કર્યો છે. હવે આ ત્રણ દિવસ દરમિયાન પૈસા ઉપાડવા પર આ બેંકો ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ લેશે નહીં. આ નિર્ણય મુજબ હડતાળ દરમિયાન સરકારી બેંકોએ મફત એટીએમ ટ્રાન્ઝેક્શનની નક્કી કરેલી મર્યાદા કરતા વધુ કેશ ઉપાડવા પર લાગતો વધારાનો ચાર્જ માફ કરવાનો નિર્ણય લીધો છે.
આ બેંકોએ કરી જાહેરાત
આ નિર્ણયની જાહેરાત SBI, પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા (BoB), યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન બેંક સહિતની સરકારી બેંકોએ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાના સત્તાવાર પેજ પર પોસ્ટ કરીને આ માહિતી ગ્રાહકો સાથે શેર કરી છે. આ નિર્ણયનો અર્થ એ છે કે, હડતાળ દરમિયાન ગ્રાહકો પોતાની બેંકના એટીએમ ઉપરાંત અન્ય બેંકોના એટીએમમાંથી પણ પૈસા ઉપાડી શકશે, અને નક્કી કરેલી મફત મર્યાદા કરતા વધુ વખત પૈસા ઉપાડવા પર વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.
પૈસા ઉપાડવાનો સામાન્ય નિયમ શું છે?
RBIના નિયમો અનુસાર, સામાન્ય રીતે ગ્રાહકો પોતાની બેંકના એટીએમમાંથી દર મહિને 5 વખત મફત પૈસા ઉપાડી શકે છે. મોટા શહેરોમાં બીજી બેંકના એટીએમમાંથી 3 વખત, જ્યારે અન્ય જગ્યાઓએ 5 વખત મફત કેશ ઉપાડવાની સુવિધા હોય છે. આ મર્યાદા કરતા વધુ વખત એટીએમનો ઉપયોગ કરવા પર બેંક ચાર્જ વસૂલી શકે છે. પરંતુ 28થી 30 સપ્ટેમ્બરની હડતાળ દરમિયાન આ વધારાનો ચાર્જ કામચલાઉ ધોરણે માફ કરવામાં આવ્યો છે.
શા માટે થઈ રહી છે હડતાળ?
ઉલ્લેખનીય છે કે 'યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ'ના બેનર હેઠળ બેંક કર્મચારીઓ 28થી 30 સપ્ટેમ્બર સુધી હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા છે. બેંક યુનિયનોની પ્રમુખ માંગણીઓમાં અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ બેંક ખોલવાની માંગ સામેલ છે. લગભગ 90 ટકા બેંક કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા સંગઠનો આ હડતાળમાં સામેલ છે. પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRB) પણ તેમાં જોડાશે.




