For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગ્રાહકો યાચક છે તેવી માનસિકતા બેન્કો છોડે, ગ્રાહકો સાથે પાર્ટનરશિપની ભાવના કેળવેઃ પીએમ મોદી

Updated: Nov 18th, 2021

Article Content Image

નવી દિલ્હી,તા.18.નવેમ્બર,2021

સરકારે છેલ્લા છ-સાત વર્ષથી જે સુધારા કર્યા છે તેના કારણે આજે દેશનુ બેન્કિંગ સેક્ટર બહુ મજબૂત સ્થિતિમાં છે તેમ પીએમ મોદીએ એક કાર્યક્રમમાં કહ્યુ હતુ.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, 2014 પહેલા જે પણ સમસ્યાઓ હતી તેનો એક-એક કરીને ઉકેલ લાવવા માટે રસ્તા શોધ્યા છે.સરકારે એનપીએની મુશ્કેલી પર ધ્યાન આપ્યુ હતુ, બેંકોનુ રિકેપિટલાઈઝેશન કર્યુ હતુ અને બેન્કોની તાકાતમાં વધારો કર્યો હતો.કાયદાઓમાં સુધાર કરીને ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલને પણ સશક્ત બનાવી હતી.કોરોના કાળને ધ્યાનમાં રાખીને ડેડિકેટેડ સ્ટ્રેસ એસેટ્સ મેનેજમેન્ટની રચના કરવામાં આવી હતી.

તેમણે કહ્યુ હતુ કે, આજે બેન્કોની તાકાત એટલી વધી ચુકી છે કે, દે દેશની ઈકોનોમીમાં નવી ઉર્જાનો સંચાર કરવા માટે અને ભારતને આત્મ નિર્ભર બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે.હું આ તબક્કાને ભારતના બેન્કિંગ સેક્ટરનો મોટો માઈલ સ્ટોન ગણુ છું.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, બેન્કોએ તમારી પાસે આવનાર ગ્રાહક યાચક છે તે ભાવના છોડીને બેન્કોએ પાર્ટનરશિપ મોડેલ અપનાવવુ પ ડશે.સરકાર પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેટિવ સ્કીમ થકી ભારતમાં ઉત્પાદકોની ક્ષમતા વધારવા માટે પ્રયત્ન કરી રહી છે.આ માટે પ્રોડક્શન પર ઈન્સેટિવ આપવામાં આવી રહ્યુ છે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, દેશમાં થયેલા મોટા બદલાવો અને લાગુ થયેલી વિવિધ યોજનાઓના પગલે એક મોટો ડેટા સંગ્રહ ઉભો થયો છે.તેનો લાભ બેન્કિંગ સે્કટરે ઉઠાવવો જોઈએ.નાગરિકોની પ્રોડક્ટિવ ક્ષમતાને અનલોક કરવાની જરુર છે.એક રિસર્ચ તો એવુ પણ કહે છે કે, જે રાજ્યોમાં જનધન ખાતા વધારે ખુલ્યા છે ત્યાં ક્રાઈમ રેટ ઓછો છે.

Gujarat