1 નવેમ્બરથી થશે મોટો ફેરફાર, બેન્ક ખાતામાં હવે એકસાથે 4 નોમિનીના નામ ઉમેરી શકાશે

Bank Account Rule Change: બેન્ક ખાતાઓ સંબંધિત એક મોટો ફેરફાર નવેમ્બરની પહેલી તારીખથી અમલમાં આવશે, જેની જાણકારી નાણાં મંત્રાલયે ગુરુવારે આપી છે. આ નવા નિયમ હેઠળ, ખાતાધારકો હવે તેમના બેન્ક ખાતામાં એકસાથે ચાર નોમિની બનાવી શકશે. આ ફેરફારનો ઉદ્દેશ્ય બેન્કિંગ સિસ્ટમમાં ક્લેમ સેટલમેન્ટને વધુ પારદર્શક અને સરળ બનાવવાનો છે.
4 નોમિનીની પસંદગી: એકસાથે કે ક્રમબદ્ધ અને હિસ્સાનું વિતરણ
ખાતાધારક ચાર નોમિનીને એકસાથે અથવા ક્રમબદ્ધ રીતે પસંદ કરી શકશે. ક્રમિક નોમિનીનો અર્થ એ છે કે પહેલા નોમિનીના મૃત્યુ બાદ ક્રમશઃ બીજો, ત્રીજો અને ચોથો નોમિની ક્લેમ કરી શકશે. ખાતાધારક પોતાની મરજી મુજબ નોમિનીઓ વચ્ચે હિસ્સો નક્કી કરી શકે છે.
બેન્કિંગ કાયદા (સંશોધન) અધિનિયમ, 2025 હેઠળ 19 સંશોધનો
બેન્ક ખાતાઓમાં નોમિની ઉમેરવાનો નિયમ બેન્કિંગ કાયદા (સંશોધન) અધિનિયમ, 2025 હેઠળ બદલવામાં આવ્યો છે, જેને 15 એપ્રિલ, 2025ના રોજ નોટિફાય કરવામાં આવ્યો હતો. આ કાયદો RBI અધિનિયમ, 1934 અને બેન્કિંગ વિનિયમન અધિનિયમ, 1949 સહિતના મુખ્ય નાણાકીય કાયદાઓમાં 19 સંશોધનો લાવે છે.
લોકર નોમિનેશનમાં ફેરફાર
- લોકર્સ (અથવા સેફ ડિપોઝિટ)માં રાખેલા સામાન માટે માત્ર ક્રમિક નોમિનેશનની જ મંજૂરી મળશે.
- ખાતાધારક ચાર નોમિની પસંદ કરવા અને તેમનો કુલ 100% હિસ્સો નક્કી કરવા માટે સ્વતંત્ર છે.
- આ સુધારાઓ લાગુ કરવા માટે નાણાં મંત્રાલય ટૂંક સમયમાં બેન્કિંગ કંપની (નામાંકન) નિયમ, 2025 ને નોટિફાય કરશે.
નોમિનીના નિયમો ઉપરાંત, 1 નવેમ્બરથી પબ્લિક સેક્ટર બેન્કો (PSBs)ને એવા શેર, વ્યાજ અને બોન્ડ રિડેમ્પશનની રકમો ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં ટ્રાન્સફર કરવાનો અધિકાર મળશે, જેનો કોઈ દાવેદાર નથી.
આ પણ વાંચો: હૈદરાબાદ-બેંગ્લુરુ હાઈવે પર કરુણાંતિકા, બાઈક સાથે ટક્કર બાદ બસમાં આગ, 11ના મોત
નવેમ્બર 1થી બેન્કિંગ સેક્ટરમાં ફેરફારો
બેન્કિંગ સેક્ટરમાં આ ફેરફારો પણ લાગુ થશે નોમિની જોડવાના નિયમની સાથે જ 1 નવેમ્બરથી લાગુ થનારા ફેરફારો હેઠળ પબ્લિક સેક્ટર બેન્કોને પણ ઘણા નવા અધિકારો આપવામાં આવી રહ્યા છે. આમાં હવે પીએસબી (PSB) પોતાના તે શેર, વ્યાજ અને બોન્ડ રિડેમ્પશનની રકમને ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં ટ્રાન્સફર કરી શકશે, જેનો કોઈ દાવેદાર નથી.
આ ઉપરાંત, સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ લિમિટને 1968 પછી પહેલીવાર 5 લાખ રૂપિયાથી વધારીને 2 કરોડ રૂપિયા કરવામાં આવી છે. કોઓપરેટિવ બેન્કોમાં ડિરેક્ટર્સ (ચેરપર્સન અને પૂર્ણકાલીન ડિરેક્ટરને છોડીને)નો કાર્યકાળ 8થી વધારીને હવે 10 વર્ષ કરી દેવામાં આવ્યો છે.

