For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

BBC પર પ્રતિબંધ મુકો, NIA દ્વારા તપાસ કરાવો : PM મોદી ડોક્યુમેન્ટ્રી વિવાદ અંગે હિન્દુ સેનાની સુપ્રીમ કોર્ટમાં પીટીશન

BBC દ્વારા વડાપ્રધાન મોદી પર બનાવાયેલી ડોક્યુમેન્ટ્રીનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

હિન્દુ સેનાએ SCમાં કરેલી અરજીમાં BBC દ્વારા ભારત વિરોધી પ્રચાર કરાતો હોવાનો ઉલ્લેખ કરાયો

Updated: Feb 2nd, 2023

Article Content Image

નવી દિલ્હી, તા.02 ફેબ્રુઆરી-2023, ગુરુવાર

બીબીસી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનાવાયેલી ડોક્યુમેન્ટ્રીનો વિવાદ સતત વધી રહ્યો છે. ત્યારે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) દ્વારા બનાવાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની ડોક્યુમેન્ટ્રીનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગપ્તા અને વીરેન્દ્ર કુમાર સિંહે દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન અને બીસીસી ઈન્ડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની માંગ કરવામાં આવી છે.

પીટીશનમાં NIA તપાસની પણ માંગ

હિન્દુ સેના દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન અને બીસીસી ઈન્ડિયાનું ભારતમાં ચાલતું સંચાલન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા માંગ કરાઈ છે. એડવોકેટ બરૂણ કુમાર સિન્હા દ્વારા દાખલ કરાયેલી પીટીશનમાં NIAને  આદેશ આપવાની પણ માંગ કરાઈ છે કે, તે ભારત વિરોધી અને ભારત વિરોધી સરકારનું રિપોર્ટિંગ, ડોક્યુમેન્ટ્રી ફિલ્મો, ભારતમાં તેના કર્મચારી-પત્રકાર સહિત ટૂંકી ફિલ્મો વિરૂદ્ધ તપાસ શરૂ કરે.

હિન્દુ સેનાના અધ્યક્ષે પીટીશનમાં શું કહ્યું ?

હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા અને વીરેન્દ્ર કુમાર સિંહ દ્વારા દાખલ કરાયેલી પીટીશન મુજબ બીબીસીની ડોક્યુમેન્ટ્રીમાં 2002ના ગોધરા રમખાણો અંગે વિવાદાસ્પદ બાબતો બતાવી હોવાથી બીબીસી સામે કાર્યવાહી કરવી જોઈએ. પીટીશનમાં આરોપ લગાવાયો છે કે, બીબીસી પોતાનો એજન્ડો ચલાવી રહી છે અને ડોક્યુમેન્ટ્રી ખોટી રીતે રિલિઝ અને પ્રસારિત કરવામાં આવી રહી છે.

ભારત સરકાર વિરૂદ્ધ BBCનું પક્ષપાતી વલણ

અરજીમાં કહેવાયું છે કે, નરેન્દ્ર મોદી 2014થી વડાપ્રધાન બન્યા બાદ સમગ્ર ભારતમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે. આ બાબત ભારત વિરોધી લોબી અને મીડિયા ખાસ કરીને બીબીસીને ગમી રહી નથી, તેથી બીબીસી ભારત અને ભારત સરકાર વિરુદ્ધ પક્ષપાતી રહ્યું છે. બીબીસી દ્વારા પ્રકાશિત ભારત સંબંધીત વિવિધ સમાચારોના લેખો ઉલ્લેખ કરતા પીટીશનમાં આરોપ લગાવાયો છે કે, બીબીસી સ્વતંત્ર ભારતમાં ભારત વિરોધી પ્રચાર સામે કામ કરી રહ્યું છે.

Gujarat