Get The App

વધુ એક રેલવે દુર્ઘટના, ઓડિશાના બાલાસોરમાં પાટાથી ઉતરીને વીજપોલ સાથે અથડાઈ એક્સપ્રેસ ટ્રેન

Updated: Feb 22nd, 2025

GS TEAM

Google News
Google News
વધુ એક રેલવે દુર્ઘટના, ઓડિશાના બાલાસોરમાં પાટાથી ઉતરીને વીજપોલ સાથે અથડાઈ એક્સપ્રેસ ટ્રેન 1 - image

Odisha Train Accident: ઓડિશાના બાલાસોર જિલ્લામાં શનિવાર (22 ફેબ્રુઆરી, 2025)એ ચેન્નઈ જઈ રહેલી એક એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, જ્યારબાદ તેઓ વીજપોલ સાથે ટકરાઈ ગઈ. દક્ષિણ પૂર્વ રેલવેના મુખ્ય CPRO ઓમ પ્રકાશ ચરણે જણાવ્યું કે, કોઈ જાનહાનિના સમાચાર નથી.

મળતી માહિતી અનુસાર, તેમણે જણાવ્યું કે, દુર્ઘટના બાલાસોરમાં સબિરા રેલવે સ્ટેશનની નજીક બની છે. ન્યૂ જલપાઈગુડી-ચેન્નઈ એક્સપ્રેસ કોલકાતાથી આવી રહી હતી. અધિકારીએ જણાવ્યું કે, ટ્રેનના એન્જિનમાં કેટલીક સમસ્યા હતી, જેના કારણે આ દુર્ઘટના બની. જો કે, આ મામલે તપાસ કરાઈ રહી છે. ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થાનિક લોકો ત્યાં એકઠા થઈ ગયા.

ગત વર્ષ બાલાસોરમાં બની હતી મોટી દુર્ઘટના

આ અગાઉ બાલાસોરમાં ટ્રેન પાટા પરથી ઉતરવાની ઘટના બની હતી, જેને એક વર્ષથી વધુ સમય થઈ ગયો. તે સમયે જિલ્લામાં ત્રણ રેલવે દુર્ઘટનાઓમાં 296 લોકોના મોત થયા હતા અને 1200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ગત કેટલાક વર્ષોમાં ભારતની સૌથી ગમખ્વાર રેલવે દુર્ઘટનાઓમાંથી એક હતી.