India

જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે, જેને કોર્ટ ભૂલી ગઈ, મેં સિસોદિયા કેસમાં યાદ અપાવ્યું: CJI ગવઈ

By GS TEAM
7 Jul 20252 mins read
TukuTouch Logo
દેશના ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ જામીન આપવા મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જામીન એ નિયમ છે, અને જેલ અપવાદ છે. આ એક કાયદાકીય સિદ્ધાંત છે. તેનું પાલન કોર્ટમાં છેલ્લા દિવસોથી થઈ રહ્યું નથી. CJIએ કેરળ હાઇકોર્ટમાં આયોજિત જસ્ટિસ વીઆર કૃષ્ણ અય્યર મેમોરિયલ લેક્ચરમાં આ નિવેદન આપ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે, જેને કોર્ટ ભૂલી ગઈ, મેં સિસોદિયા કેસમાં યાદ અપાવ્યું: CJI ગવઈ

CJI BR Gavai: દેશના ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ જામીન આપવા મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જામીન એ નિયમ છે, અને જેલ અપવાદ છે. આ એક કાયદાકીય સિદ્ધાંત છે. તેનું પાલન કોર્ટમાં છેલ્લા દિવસોથી થઈ રહ્યું નથી. CJIએ કેરળ હાઇકોર્ટમાં આયોજિત જસ્ટિસ વીઆર કૃષ્ણ અય્યર મેમોરિયલ લેક્ચરમાં આ નિવેદન આપ્યું હતું. 

CJI બીઆર ગવઈએ કહ્યું કે, જામીન એ નિયમ છે, અને જેલ અપવાદ. આ સિદ્ધાંત ભૂલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ મેં મનિષ સિસોદિયા, કે. કવિતા, અને પ્રબિર પુરકાયસ્થ મામલે આ સિદ્ધાંતને પુનઃજીવિત કર્યો હતો. જસ્ટિસ કૃષ્ણ અય્યરનું પણ માનવું હતું કે, અંડરટ્રાયલ લોકોને જેલમાં રાખવા જોઈએ નહીં. ટ્રાયલ વિના લાંબો સમય સુધી જેલમાં રાખવાનો નિર્ણય યોગ્ય નથી.

કોર્ટ આ સિદ્ધાંત ભૂલી રહ્યા છે

ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બીઆર ગવઈએ આગળ કહ્યું કે, ભારતીય ન્યાયપાલિકામાં જસ્ટિસ કૃષ્ણ અય્યરની ઓળખ લીકથી અલગ કામ કરવાના લીધે છે. તેમણે અનેક એવી ચીજો લાગુ કરી છે, જે પરંપરાઓની જેમ ચાલી આવતી હતી. તેમણે આ સિદ્ધાંત પર પણ ભાર મૂક્યો હતો કે, જામીન અધિકાર છે, જેલ અપવાદ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોર્ટ આ સિદ્ધાંતને ભૂલવાનો પ્રયાસ કરી રહી છે. મને આનંદ છે કે, ગત વર્ષે મને તક મળી અને મેં આ સિદ્ધાંતને યાદ અપાવ્યો. મેં પ્રબિર પુરકાયસ્થ, મનિષ સિસોદિયા અને કે. કવિતાના કેસમાં આ સિદ્ધાંતનો અમલ કર્યો.

આ પણ વાંચોઃ 'ભારત તો 40મા ક્રમે છે, સરકારે ચોથો ક્રમ કેવી રીતે બતાવ્યો..' અચાનક જ કેમ ભડકી કોંગ્રેસ

જસ્ટિસ કૃષ્ણ અય્યરને યાદ કર્યા

જસ્ટિસ બીઆર ગવઈએ એવા ઘણા કેસોની યાદ અપાવી, જેમાં મનીષ સિસોદિયા, કે. કવિતાનો કેસ સામેલ હતો. જેમની દિલ્હીમાં લીકર કૌભાંડમાં ધરપકડ થઈ હતી. આ મામલે સુનાવણી સુપ્રીમ કોર્ટ પહોંચી ત્યારે જસ્ટિસ ગવઈએ જામીનના આ સિદ્ધાંતની યાદ અપાવી હતી. વધુમાં તેમણે જસ્ટિસ આર. કૃષ્ણ અય્યરની કામ કરવાની ઢબના વખાણ કરતાં તેમની તરફ ધ્યાન દોર્યું હતું કે, તેમણે લિંગ અસમાનતા દૂર કરવાના પગલાં લીધા હતા. તેમજ કેદીઓની સ્થિતિ, ગરીબોને જામીન ન મળવા જેવી સમસ્યાઓ પર વાત કરી હતી. તેઓ એવા જજ હતા, જેમણે નિયમો વચ્ચે પણ માર્ગ શોધી ગરીબોને જામીન આપ્યા હતા.

જસ્ટિસ અય્યર હંમેશા ધ્યાન રાખતા કે, ક્યારેય લોકોના મૂળ અધિકારોનું ઉલ્લંઘન ન થાય. લોકોને પૂરતી આઝાદી મળે અને તે ગરીબીમાંથી બહાર આવી ગરિમા સાથે જીવન વ્યતિત કરે. તેઓ હંમેશા કહેતાં કે, એવા સમાજની રચના થાય, જ્યાં ઉત્પીડનની સમસ્યા શૂન્ય હોય.