Get The App

મોકામા ગેંગવોર: ગેંગસ્ટર સોનુ પછી હવે બાહુબલી અનંત સિંહે પણ કર્યું આત્મસમર્પણ

Updated: Jan 24th, 2025

GS TEAM

Google News
Google News
Bahubali Anant Singh

















Mokama Gang War: બિહારના બાહુબલી અને પૂર્વ ધારાસભ્ય અનંત સિંહે મોકામા ગેંગ વોર સાથે જોડાયેલા કેસમાં આત્મસમર્પણ કર્યું છે. શુક્રવારે (24મી જાન્યુઆરી) બપોરે અનંત સિંહ આત્મસમર્પણ કરવા માટે બાઢ કોર્ટ પહોંચ્યા હતો અને કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં લઈને પટનાની બેઉર જેલમાં મોકલી દીધો હતો. આ કેસમાં પોલીસે સોનુ સિંહ સહિત બે લોકોની ધરપકડ કરાઈ છે. પંચમહલા પોલીસ સ્ટેશન વિસ્તારના નૌરંગા-જલાલપુર ગામના રહેવાસી સોનુ-મોનુની માતા દ્વારા અનંત સિંહ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. 

જાણો શું છે મામલે

અહેવાલો અનસાર, 22મી જાન્યુઆરીએ બિહારના મોકામામાં અનંત સિંહ અને સોનુ-મોનુ ગેંગ વચ્ચે 70 થી 80 રાઉન્ડ ગોળીબાર થયો હતો, જેમાં અનંત સિંહ માંડ માંડ બચ્યા હતા. આ ઘટના દરમિયાન અનંત સિંહના એક સમર્થકને ગોળી વાગી હતી. આ કેસમાં પોલીસે અનંત સિંહ અને સોનુ મોનુના નામથી કુલ ત્રણ FIR નોંધી હતી.

ગેંગ વોર કેસમાં ત્રણ કેસ નોંધાયા

પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ અને કુખ્યાત સોનુ-મોનુ વચ્ચેના ગેંગ વોરના સંબંધમાં અનંત સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફાયરિંગ અંગે પંચમહાલ પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ કેસ નોંધાયા છે. ગ્રામીણ એસપી વિક્રમ સિહાગે જણાવ્યું હતુ કે, 'ફાયરિંગની ઘટનામાં ત્રણ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: પ્રાચીન વાવ બાદ હવે સંભલમાં મળ્યા 400 સિક્કા: રામ, લક્ષ્મણ અને જાનકીની બની છે આકૃતિ


ગ્રામજનોની અરજી પર સોનુ-મોનુ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે સોનુ-મોનુની માતા ઉર્મિલા દેવીના નિવેદન પર પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્રીજી એફઆઈઆર પોલીસે દાખલ કરી હતી, જેમાં આ કેસ પોલીસના કામમાં અવરોધ અને ગોળીબાર સાથે સંબંધિત છે.

મોકામા ગેંગવોર: ગેંગસ્ટર સોનુ પછી હવે બાહુબલી અનંત સિંહે પણ કર્યું આત્મસમર્પણ 2 - image