Get The App

મહિલા પર ગેંગરેપ કર્યા પછી ગુપ્તાંગમાં સળિયો નાખ્યો, ઉત્તરાખંડના બદાયુંમાં બનેલી ઘટનાથી ચકચાર

Updated: Jan 6th, 2021

GS TEAM

Google News
Google News
મહિલા પર ગેંગરેપ કર્યા પછી ગુપ્તાંગમાં સળિયો નાખ્યો, ઉત્તરાખંડના બદાયુંમાં બનેલી ઘટનાથી ચકચાર 1 - image


- મહિલાના ત્રણ અંગો ભાંગી નાખ્યાં, મરણ પામી

બદાયું તા. 6 જાન્યુઆરી 2021 બુધવાર

ઉત્તરાખંડના બદાયુંમાં ત્રીજી જાન્યુઆરીએ એક મહિલા પર ગેંગરેપ કર્યા બાદ એના ગુપ્તાંગમાં સળિયો નાખવા ઉપરાંત એને મારપીટ કરીને મારી નાખવાની એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાવી દીધી હતી.

જો કે આ ઘટનામાં સંડોવાયેલા મનાતા બે આરોપી પકડાઇ ગયા હતા જ્યારે ત્રીજો નાસતો ફરતો હતો એમ પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયા મુજબ આ મહિલાની ડાબી પાંસળી, ડાબું ફેફસું અને ડાબા પગમાં અતિ ભારે વજનદાર વસ્તુથી પ્રહાર કરવામાં આવ્યા હતા. આ મહિલા વધુ પડતા રક્તસ્ત્રાવથી મરણ પામી હતી.

બદાયુંના ઉઘૈતી પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને સસ્પેંડ કરવામાં આવ્યો હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું. પકડાયેલા આરોપીઓ સામે  રાષ્ટ્રીય સુરક્ષા ધારો લાગુ પાડવામાં આવ્યો હતો.

ઘટનાની વિગત એવી છે કે ઉઘૈતી ગામની એક મહિલા રવિવારે ત્રીજી જાન્યુઆરીએ રોજની જેમ મંદિરે ગઇ હતી. મંદિરના મહંત ઉપરાંત એના ચેલાએ આ મહિલા પર રેપ કર્યો હતો. ત્યારબાદ વધુ એક વ્યક્તિએ પણ મહિલા પર રેપ કર્યો હતો. ત્યારબાદ એને મારપીટ કરવામાં આવી હતી અને ઓળખાઇ જવાના ભયે મહિલાને મારી નાખવામાં આવી હતી. ત્યારબાદ મહંત અને એનો ચેલો બોલેરો કારમાં મહિલાના મૃતદેહને એના ઘર પાસે ફેંકી ગયા હતા. મહિલાના કુટુંબીજનોની ફરિયાદ પરથી પોલીસે મંદિરના મહંત અને એના ચેલાની ધરપકડ કરી હતી. અન્ય એક આરોપી નાસતો ફરતો હતો જેને પકડવા માટે ચાર પોલીસ ટુકડી કામે લાગી હતી. 

મહિલાના કુટુંબીજનોએ ઉઘૈતી પોલીસ સ્ટેશનમાં મહંત અને એના ચેલા વિરુદ્ધ ફરિયાદ કરી હતી પરંતુ પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારી રાવેન્દ્ર પ્રતાપ સિંઘે ફરિયાદ તરફ કોઇ ધ્યાન આપ્યું નહોતું. વરિષ્ઠ અધિકારીએ રાવેન્દ્ર પ્રતાપ સિંઘને સસ્પેન્ડ કર્યા હતા. એક મહિલા સહિત ત્રણ ડૉક્ટરોએ મહિલાનું પોસ્ટમોર્ટમ કર્યું હતું.

Tags :