Get The App

૨૦૨૩માં એલિયન એટેક, પરમાણુ હુમલો : બાબા વાંગાની ભવિષ્યવાણી

ભયાનક યુદ્ધ, શક્તિશાળી ભૂકંપ-સુનામીની શક્યતા

૨૦૨૩ના વર્ષમાં બાળકો લેબમાં ડિઝાઈન થવા માંડશે, પેરેન્ટ્સ સંતાનોનો રંગ નક્કી કરશેઃ વિજ્ઞાનક્ષેત્રની આગાહી ચર્ચાસ્પદ બની

Updated: Dec 2nd, 2022

GS TEAM

Google News
Google News
૨૦૨૩માં એલિયન એટેક, પરમાણુ હુમલો : બાબા વાંગાની ભવિષ્યવાણી 1 - image



બલ્ગેરિયન ભવિષ્યવેત્તા બાબા વાંગાએ ૨૦૨૩ના વર્ષ માટે કરેલી આગાહીઓની ચર્ચા શરૃ થઈ છે. આ મહિલા ભવિષ્યવેત્તાનો જન્મ ૧૯૧૧માં થયો હતો અને નિધન ૧૯૯૬માં થયું હતું. પ્રજ્ઞાચક્ષુ ભવિષ્યવેત્તા બાબા વાંગાની કેટલીય આગાહીઓ અગાઉ સાચી પડી ચૂકી છે. ૨૦૨૩માં માનવજાતને એલિયનનો સામનો કરવો પડશે એવું ભવિષ્યકથન તેમણે કર્યું હતું.
બાબા વાંગાની ઘણી આગાહીઓ સાચી પડી છે. અમેરિકામાં ૯-૧૧નો હુમલો થશે તેની આગાહી તેમણે કરી હતી. અમેરિકાના ૪૪મા પ્રમુખ અશ્વેત હશે એવું ભવિષ્યકથન પણ સાચું પડી ચૂક્યું છે. ૨૦૨૩ના વર્ષને લઈને તેમણે જે આગાહીઓ કરી છે તેની ચર્ચા જામી છે. એમાં એક-બે આગાહીઓ રહસ્યમય અને રોમાંચક છે તો કેટલીક ભયાવહ છે.
૨૦૨૩માં માનવજાતનો સામનો એલિયન સાથે થશે એવું તેમણે કહ્યું હતું. એલિયન પૃથ્વી પર હુમલો કરશે. અલગ અલગ દેશો વચ્ચે ભયાનક યુદ્ધો ફાટી નીકળશે અને એમાં પરમાણુ હુમલા થશે. તે સિવાય ભયાનક ભૂકંપ અને શક્તિશાળી સુનામી તબાહી સર્જશે એવી આગાહી કરી હતી. પરમાણુ હુમલાના કારણે પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોટું પરિવર્તન આવશે. ૧૯૯૩માં રશિયાની બાબતે એક મહત્વપૂર્ણ ભવિષ્યકથન કર્યું હતું, જેની બહુ ચર્ચા છે. બાબા વાંગાએ સંયુક્ત રશિયાના વિખટન બાદ આગાહી કરી હતી કે ૨૧મી સદીના ત્રીજા દશકાની શરૃઆતમાં રશિયા ફરીથી શક્તિશાળી બનીને ઉભરશે. યુક્રેન-રશિયાના યુદ્ધને એ સંદર્ભમાં ઘણાં લોકો જોઈ રહ્યાં છે.
તેમણે વિજ્ઞાન ક્ષેત્રની જે આગાહીઓ કરી છે તે પણ નોંધપાત્ર છે. ૨૦૨૩માં લેબ બેબીનો જન્મ થશે. પેરેન્ટ્સ તેમના સંતાનો લેબમાં ડિઝાઈન કરાવશે. વાળ અને ચામડીનો રંગ પેરેન્ટ્સ લેબમાં બેસીને નક્કી કરશે. માણસો બાળકો પેદા કરવાની પદ્ધતિમાં મોટું પરિવર્તન લાવવાની શરૃઆત ૨૦૨૩થી કરશે એવું તેમણે ભવિષ્ય ભાખ્યું હતું.

Tags :