Get The App

મમતાને મહામંડલેશ્વર બનાવવાના વિવાદમાં બાબા રામદેવની એન્ટ્રી કહ્યું - 'કોઈને પણ આ રીતે...'

Updated: Jan 27th, 2025

GS TEAM

Google News
Google News
મમતાને મહામંડલેશ્વર બનાવવાના વિવાદમાં બાબા રામદેવની એન્ટ્રી કહ્યું - 'કોઈને પણ આ રીતે...' 1 - image

Baba Ramdev reacts to Mamata's decision to make Mahamandaleshwar: મહાકુંભના નામે રીલ્સ દ્વારા ફેલાવવામાં આવી રહેલી અશ્લિલતા પર યોગ ગુરુ બાબા રામદેવે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ યોગ્ય નથી. એક દિવસમાં કોઈ સંત ન બની શકે. તેના માટે વર્ષો સુધી સાધના કરવી પડે છે. આ સાથે તેમણે પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીના મહામંડલેશ્વર બનવા પર પણ તેમની પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો: સનાતન બોર્ડ બનાવો પણ સરકારને દૂર રાખો: ધર્મ સંસદ પર બોલ્યા શંકરાચાર્ય

કોઈને પણ આ રીતે મહામંડલેશ્વર બનાવી દેવા અયોગ્ય

પત્રકારો સાથે વાત કરતાં બાબા રામદેવે કહ્યું, '...કેટલાક મહામંડલેશ્વર બની ગયા છે. કોઈના પણ નામ પહેલા બાબા જોડી દેવું. કુંભના નામે લોકોને કોઈપણ પ્રકારના સસ્તા કૃત્યોની રીલ્સ બનાવીને લોકો સુધી ફેલાવવી યોગ્ય નથી. અસલી કુંભ એ છે જ્યાં વ્યક્તિને માનવતાથી દિવ્યતા, ઋષિત્વ અને બ્રહ્મત્વ તરફની ઉન્નતિ મળે છે. એક છે સનાતનને અનુભવવું, સનાતનમાં જીવવું અને સનાતનને વધારવું. અને એક છે કે, સનાતનના નામે ફક્ત કેટલાક ઉપરછલ્લા શબ્દો કહેવા, આ સનાતન નથી. સનાતન એ શાશ્વત સત્ય છે જેને નકારી શકાય નહીં.'

કોઈ પણ વ્યક્તિ એક દિવસમાં સંત પદ પ્રાપ્ત કરી શકતું નથી

તાજેતરમાં એક અભિનેત્રી મહામંડલેશ્વર બની છે તેના વિશે બાબા રામદેવને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, 'કોઈ પણ વ્યક્તિ એક દિવસમાં સંત પદ પ્રાપ્ત કરી શકતું નથી. તેને પ્રાપ્ત કરવા માટે વર્ષોની સાધના કરવી પડે છે. સંતત્વ પ્રાપ્ત કરવા માટે 50-50 વર્ષની તપસ્યા લાગે છે, તેને સંતત્વ કહેવાય છે. સંત હોવું એ મોટી વાત છે, પરંતુ મહામંડલેશ્વર હોવું એ તેનાથી પણ ખૂબ મોટી વાત છે. આજકાલ હું જોઉં છું કે, કોઈનું માથું પકડીને તેને મહામંડલેશ્વર બનાવી દેવામાં આવે છે. ખરેખર આવું ન થવું જોઈએ, ખોટું છે. 

ગૃહસ્થ જીવનમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી શુક્રવારે પ્રયાગરાજ મહાકુંભ પહોંચીને સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી અને ગૃહસ્થ જીવનમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જેને લઈને સંત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. 

આ પણ વાંચો: અંતરિક્ષમાંથી કેવો દેખાય છે મહાકુંભ? NASAના એસ્ટ્રોનોટે શેર કરી અદ્ભૂત તસવીર

ગંગા કિનારે પિંડદાન કરી 8 વાગ્યે મહામંડલેશ્વર તરીકે અભિષેક

કિન્નર અખાડાના મહામંડલેશ્વર કૌશલ્યા નંદ ગિરિ ઉર્ફે ટીના માએ પીટીઆઇ સાથે વાત કરતાં જણાવ્યું કે, મમતા કુલકર્ણીએ આજે ​​ગંગામાં ડૂબકી લગાવી અને ગંગા કિનારે પોતાનું પિંડદાન કર્યું. તેમના કહેવા પ્રમાણે રાત્રે લગભગ 8 વાગ્યે, કિન્નર અખાડામાં વૈદિક મંત્રોના જાપ વચ્ચે તેમનો મહામંડલેશ્વર તરીકે અભિષેક કરવામાં આવ્યો.