Get The App

કઈ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડથી કરાવી શકશો મફત સારવાર? આવી રીતે જાણો

Updated: Nov 22nd, 2024

GS TEAM


Google News
Google News
કઈ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડથી કરાવી શકશો મફત સારવાર? આવી રીતે જાણો 1 - image


Hospital List For Ayushman Card Holders : દેશના જરુરીયાતમંદ લોકોને લાભ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાની એવી જ એક યોજના આયુષ્માન ભારત યોજના છે, જે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ જે લોકો પાત્ર છે તેમને આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવે છે. એ પછી આ કાર્ડ દ્વારા, કાર્ડધારક સૂચિબદ્ધ હોસ્પિટલોમાં દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે, પરંતુ શું તમે જાણો છો કે, તમે કઈ હોસ્પિટલમાં મફત સારવાર મેળવી શકો છો? જો તેનો જવાબ ના હોય તો, તમે અહીં જાણી શકો છો કે, આયુષ્માન કાર્ડ ધારકો કઈ હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકે છે. અને કેવી રીતે તપાસ કરશો કે, કઈ હોસ્પિટલમાં ફ્રી સારવાર થાય છે. 

આ પણ વાંચો : દિલ્હીના નવા CM જૂના કરતાં હજાર ગણા સારાઃ ગવર્નર વીકે સક્સેનાએ ફરી કેજરીવાલની ટીકા કરી

સ્ટેપ 1

  • જો તમારું આયુષ્માન કાર્ડ પણ બની ગયું હોય અને તમે ચેક કરવા માંગો છો કે તમે કઈ હોસ્પિટલમાં તમારી મફત સારવાર કરાવી શકો છો, તો તમે આમ કરી શકો છો.
  • તેના માટે તમારે સૌથી પહેલા આ યોજનાની અધિકૃત વેબસાઇટ https://pmjay.gov.in/ પર જવાનું રહેશે. 

સ્પેટ 2

  • અહીં તમને વિવિધ ઓપ્શન જોવા મળશે. 
  • પરંતુ તમારે અહીં આપેલા 'Find Hospital' વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • એ પછી તમારી સામે એક પેજ ઓપન થશે, જ્યાં તમારે તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે.
  • હવે તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો છે.

આ પણ વાંચો : 'મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી અજિત પવાર હશે...', NCPના પોસ્ટર લાગતા ભાજપ-શિવસેના ચિંતામાં!


સ્પેટ 3

  • જિલ્લો પસંદ કર્યા પછી તમારે હોસ્પિટલનો પ્રકાર પસંદ કરવો પડશે
  • એ પછી કોઈ વિશેષતા પસંદ કરો, એટલે કે હોસ્પિટલનો પ્રકાર પણ સિલેક્ટ કરો.
  • ત્યાર બાદ તમારે હોસ્પિટલ પસંદ કરવાની રહેશે. અને પછી તમારું કાર્ડ પસંદ કરવું પડશે કે તમે આયુષ્માન કાર્ડધારક છો કે અન્ય કોઈ યોજનાના લાભાર્થી છો.

સ્ટેપ 4 

  • એ પછી તમને સ્ક્રીન પર કેપ્ચા કોડ જોવા મળશે. 
  • આપેલા કેપ્ચા કોડ અહીં ભરવાનો રહેશે.
  • પછી તમારે દરેક કલરમાં આપેલા સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • આટલું કરતા જ જો તમે આગળ જુઓ તો તમને સ્ક્રીન પર ખબર પડી જશે કે તમે કઈ હોસ્પિટલમાં મફત સારવાર મેળવી શકો છો.
Tags :