Get The App

અયોધ્યામાં રામનવમીનો ઉત્સવ: 12 વાગ્યે રામલલાને સૂર્ય તિલક, ભક્તો પર થશે સરયુ જળનો વરસાદ

Updated: Apr 6th, 2025

GS TEAM

Google News
Google News
અયોધ્યામાં રામનવમીનો ઉત્સવ: 12 વાગ્યે રામલલાને સૂર્ય તિલક, ભક્તો પર થશે સરયુ જળનો વરસાદ 1 - image

Ram Navami 2025: રામનવમી પર અયોધ્યા ધામમાં ઉત્સવનો નજારો છે. રામલલાની જન્મભૂમિ પર રામનવમીની વિશેષ તૈયારીઓ કરાઈ રહી છે. રવિવારે બપોરે 12 વાગ્યે રામલલાનો જન્મ થશે અને આ દરમિયાન ચાર મિનિટ સુધી રામલલાના મસ્તક પર સૂર્યના કિરણોથી અભિષેક કરાશે. 

ભક્તોમાં પંજીરીનો ખાસ પ્રસાદ વહેંચવામાં આવશે. રામલલા ભક્તોની હાજરીમાં મોડી રાત સુધી દર્શનીય રહેશે. રામ નવમી પર સવારે 4:30 વાગ્યે નિર્ધારિત સમયે મંગળા આરતી કરવામાં આવશે. દર્શન સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. રામનવમી માટે VIP પાસ બનાવવામાં આવ્યા નથી. સવારે 9:30 વાગ્યે રામલલાનો સૌપ્રથમ અભિષેક કરવામાં આવશે. મધ, દૂધ, ઘી, સરયુ જળ અને સુગંધથી અભિષેક થશે. આ સમયગાળા દરમિયાન પણ દર્શન અને પૂજા ચાલુ રહેશે. એક કલાકના આ વિશેષ અભિષેક પછી, પાંચ મિનિટ માટે પડદો પડી જશે. આ પછી, ભગવાનને વિશેષ શણગાર કરાશે. રામલલાને એક કલાક સુધી શણગારવામાં આવશે. પોણા 12 વાગ્યે પટ બંધ થઈ જશે. રામલલાને 56 પ્રસાદ ચઢાવવામાં આવશે.

સૂર્ય તિલકનો સમય

રામ નવમીના દિવસે બપોરે 12 વાગ્યાથી 12:04 વાગ્યા સુધી સૂર્ય કિરણો કપાળની બરાબર મધ્યમાં રહેશે. રામલલાની મૂર્તિના કપાળ પર સૂર્ય તિલક લગભગ 4 મિનિટ સુધી રહેશે. રામભક્તો દૂરદર્શન તેમજ પોતાના મોબાઈલ પર જ સૂર્યાભિષેકનું લાઇવ પ્રસારણ જોઈ શકશે. સમગ્ર રામલલા મંદિર સંકુલને ચમકતી ગુલાબી LED લાઇટથી ઝળહળતું કરવામાં આવ્યું છે.

ભક્તો પર વરસાવાશે સરયુ જળ

શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓ પર ડ્રોન દ્વારા સરયુનું પવિત્ર જળ રામપથ પર છાંટવામાં આવશે. આ ઉપરાંત રામકથા પાર્કમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. રામ નવમી પર અયોધ્યા આવતા ભક્તો સરયુ નદીમાં ધાર્મિક સ્નાન પણ કરે છે. બે દિવસ રામ કથા પાર્કમાં એક ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભજન સાંજનું આયોજન કરાયું છે.