Get The App

અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ, CM યોગી પહોંચ્યા

Updated: Jun 5th, 2025

GS TEAM

Google News
Google News
Ram Darbar Pran Pratishtha

Ram Darbar Pran Pratishtha: અયોધ્યાના શ્રી રામજન્મભૂમિ મંદિરમાં આજે સવારે 11 વાગ્યે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ. આ સાથે ઉપ-મંદિરોમાં સ્થાપિત મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ યોજાશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે સમારોહમાં હાજરી આપી. તેમજ આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો જન્મદિવસ પણ છે.

સમારોહ ક્યારે શરુ થશે?

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સવારે 11 વાગ્યે શરુ થઈ ગયો છે અને દેવતાઓની મૂર્તિઓની સ્થાપના માટે ખાસ પૂજા, હવન અને વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા રામ મંદિરના પહેલા માળે સ્થિત ભવ્ય રામ દરબાર અને ગર્ભગૃહના ચાર ખૂણામાં સાત અન્ય મંદિરોમાં પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ 101 વૈદિક આચાર્યો દ્વારા ચલાવવામાં આવશે.

રામ દરબાર સહિત આ ઉપ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા

મુખ્ય મંદિરમાં પ્રથમ માળે શ્રી રામ દરબાર

ઈશાન ખૂણે શિવલિંગ

અગ્નિકોણે શ્રી ગણેશ

દક્ષિણ કેન્દ્રમાં મહાબલી હનુમાન

દક્ષિણ પશ્ચિમ ખૂણે સૂર્ય દેવ

ઉત્તર પશ્ચિમ ખૂણે માતા ભગવતી

ઉત્તર કેન્દ્રમાં માતા અન્નપૂર્ણા

દક્ષિણ પશ્ચિમ કિલ્લે શેષાવતાર

આ સમારોહ શા માટે ખાસ છે?

પ્રાણ પ્રતિષ્ઠા અભિજિત મુહૂર્ત અને સ્થિર લગ્નમાં કરવામાં આવશે. આ પૂજા 17 મિનિટના ખાસ સમયગાળામાં એટલે કે સવારે 11:45થી બપોરે 12:45 વાગ્યા સુધી કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે અભિજીત મુહૂર્ત દિવસનો સૌથી શુભ અને પવિત્ર સમય છે. તેથી, આ સમયે રામ દરબારમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

આ પણ વાંચો: કોંગ્રેસમાં જ રહેશે કે ભાજપમાં જોડાઈ જશે શશી થરુર? અમેરિકાથી દિગ્ગજે આપ્યો જવાબ

મુખ્યમંત્રી યોગી મુખ્ય અતિથિ તરીકે સમારોહમાં હાજરી આપશે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સવારે 11 વાગ્યે અયોધ્યા પહોંચ્યા. શ્રી રામ કથા પાર્કના હેલિપેડથી તેઓ સીધા હનુમાનગઢી જઈ દર્શન કર્યા. ત્યારબાદ તેઓ રામ મંદિર પરિસરમાં આયોજિત રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં છે. આ કાર્યક્રમ પછી, તેઓ મહંત નૃત્ય ગોરપાલ દાસની જન્મજયંતિમાં હાજરી આપવા માટે મણિ રામદાસ છાવણી જશે. આ પછી, તેઓ રામ કથા પાર્કમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને વન વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે.

સીએમ યોગીનો અયોધ્યામાં સંપૂર્ણ કાર્યક્રમ

- 10:30 વાગ્યે અયોધ્યા પહોંચશે.

- 10:40થી 10:55 સુધી હનુમાનગઢીની મુલાકાત લેશે.

- સવારે 11થી 11:10 સુધી શ્રી રામજન્મભૂમિ ખાતે રામલલાના દર્શન કરશે.

- 11:10થી 1 વાગ્યા સુધી રામ દરબાર અને અન્ય 7 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે.

- બપોરે 2થી 2:15 સુધી વિશ્વ પર્યાવરણ દિવસ પર પુષ્પ વાટિકામાં છોડ રોપશે.

- 2:15 થી 2:45 સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન અયોધ્યા બોર્ડના કાર્યક્રમમાં ભાગ લેશે.

- 2:50 થી 2:55 સુધી 13મા સરયુ જયંતિ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.

- 2:55થી 3 વાગ્યા સુધી સરયુજીનો અભિષેક અને આરતી કરશે.

- મહંત નૃત્ય ગોપાલ દાસજીના 87મા જન્મજયંતિ મહોત્સવમાં બપોરે 3:05થી 3:45 વાગ્યા સુધી ભાગ લેશે.

- અયોધ્યાથી બપોરે 3:45 વાગ્યે પરત ફરશે.

અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ, CM યોગી પહોંચ્યા 2 - image