India

VIDEO: દિવાળીની પૂર્વ સંધ્યાએ 26 લાખ દિવડાંથી ઝગમગી ઉઠ્યું અયોધ્યા, લેસર શો અને ડ્રોન શો જોઈને લોકો અભિભૂત

By GS TEAM
19 Oct 20252 mins read
TukuTouch Logo
રામનગરી અયોધ્યામાં 9મો દીપોત્સવ ઉજવાઈ રહ્યો છે. સરયુ નદીના કિનારે આવેલા 56 ઘાટ પર 28 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા છે, જેમાં 26 લાખ 11 હજાર 101 દીવા પ્રગટાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: દિવાળીની પૂર્વ સંધ્યાએ 26 લાખ દિવડાંથી ઝગમગી ઉઠ્યું અયોધ્યા, લેસર શો અને ડ્રોન શો જોઈને લોકો અભિભૂત

Ayodhya Deepotsav 2025: રામનગરી અયોધ્યામાં 9મો દીપોત્સવ ઉજવાઈ રહ્યો છે. સરયૂ નદીના કિનારે આવેલા 56 ઘાટ પર 28 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા છે, જેમાં 26 લાખ 11 હજાર 101 દીવા પ્રગટાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ આ રેકોર્ડ નોંધવા માટે અયોધ્યામાં હાજર રહી. અગાઉ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે રામકથા પાર્ક હેલિપેડ પર પુષ્પક વિમાન જેવા હેલિકોપ્ટરમાંથી રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીના સ્વરૂપોનું સ્વાગત કર્યું હતું.

અહીં, રામ અને જાનકીની પ્રાર્થના સાથે ભારત મિલાપ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામકથા પાર્કના મંચ પર શ્રી રામનો રાજ્યાભિષેક કર્યો હતો. રાજ્યાભિષેક સમારોહ દરમિયાન, રામકથા પાર્ક જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. મુખ્યમંત્રી યોગીએ શ્રી રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને ગુરુ વશિષ્ઠને તિલક કરીને માળા અર્પણ કરી હતી. ત્યારબાદ આરતી પણ કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ત્યારબાદ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાના દર્શન કર્યા.

2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યા

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ ટીમે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બંને વિશ્વ રેકોર્ડ માટે પ્રમાણપત્રો રજૂ કર્યા. પહેલો રેકોર્ડ ઉત્તરપ્રદેશ સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત દીપોત્સવ દરમિયાન એક સાથે 26,17,215 માટીના દીવા પ્રગટાવવાનો હતો. બીજો રેકોર્ડ 2,128 પુજારીઓએ એક સાથે માતા સરયુની મહા આરતી કરવાનો હતો.


અયોધ્યામાં દીપોત્સવના મનમોહક દ્રશ્યો

- દીપોત્સવ 2025 પર અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર રોશનીથી ઝગમગ્યું.

- રામ નામથી ગુંજી ઉઠ્યું અયોધ્યા

- અયોધ્યામાં સરયૂ નદીના કિનારે  ડ્રોન શો, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા

- લેસર શો અને દીવડાંંઓનો અદભુત નજારો જોવા મળ્યો

- 26 લાખ દીવડાંંઓથી જગમગી ઉઠ્યું અયોધ્યા

- દીપોત્સવના આકાશી દ્રશ્યો

આ પણ વાંચો: ‘અયોધ્યામાં દીવડાઓ પર આટલો બધો ખર્ચ શા માટે...’, અખિલેશના નિવેદન પર ભડક્યું VHP

- અયોધ્યામાં દીપોત્સવનો મનોહર દૃશ્ય. સરયૂ નદીના કિનારા લાખો દીવાઓના પ્રકાશ અને લેસર શોથી ઝળહળતા હતા.

- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા દીપોત્સવ દરમિયાન રામ કી પૈડી ખાતે માતા સરયૂની આરતી કરી.

- અયોધ્યા દીપોત્સવ દરમિયાન, સરયૂ નદીના કિનારાના તમામ 56 ઘાટ પર દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે, જેમાં રામ કી પૈડીનો પણ સમાવેશ થાય છે. 15 મિનિટમાં 28 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટીના 32,000 સ્વયંસેવકો આ કાર્યમાં રોકાયેલા છે.

- અયોધ્યામાં રામ કી પૈડી ખાતે દીવા પ્રગટાવવાનું કામ શરૂ થઈ ગયું છે. થોડી જ વારમાં, સરયૂ નદીના કિનારાના તમામ 56 ઘાટ પર 26 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવશે. ત્યારબાદ લેસર અને લાઇટ શો શરૂ થશે.

આ પણ વાંચો: VIDEO: 'સપાએ રામભક્તો પર ગોળીઓ ચલાવી, અમે દીપ પ્રગટાવ્યા', દીપોત્સવમાં બોલ્યા CM યોગી