Get The App

યુપીના યુવકે ટ્રેક્ટરની પાછળ એવું તો શું લગાવ્યું કે ARTOએ રૂ.10 લાખનો દંડ ફટકાર્યો

Updated: Jan 28th, 2025

GS TEAM

Google News
Google News
યુપીના યુવકે ટ્રેક્ટરની પાછળ એવું તો શું લગાવ્યું કે ARTOએ રૂ.10 લાખનો દંડ ફટકાર્યો 1 - image

Image Source: Twitter

Auraiya Tractor Trolley: ઉત્તર પ્રદેશના ઔરૈયાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ત્યાં ટ્રેક્ટર-ટ્રોલીમાં રેલગાડીના પૈડાં લગાવીને તેને ચલાવવામાં આવી રહી હતી. જ્યારે  ARTOની તેના પર નજર પડી તો તેમણે ટ્રેક્ટર-ટ્રોલીનું ચેકિંગ કર્યું. તપાસ કરતા જાણવા મળ્યું કે, ટ્રેક્ટરનું રજિસ્ટ્રેશન કૃષિ કાર્ય માટે હતું પરંતુ ટ્રોલીનું કોઈ રજિસ્ટ્રેશન નહોતું. હવે તેના પર અધિકારીએ 10 લાખનો દંડ ફટકાર્યો છે. આ ઘટનાથી ભારતમાં લોકો કેવા કેવા જુગાડ કરે છે તે પણ સામે આવ્યું છે.

ARTOએ રૂ.10 લાખનો દંડ ફટકાર્યો 

આ સમગ્ર મામલો ઔરૈયાના નેશનલ હાઈવેનો છે, જ્યાં ARTO સુદેશ તિવારી કોઈ ઓફિશિયલ કામ માટે જઈ રહ્યા હતા, ત્યારે તેમની નજર એક ટ્રેક્ટર પર પડી જેમાં ટ્રોલી જોડાયેલી હતી. પરંતુ તેની બનાવટ થોડી અજીબ હતી. આવી સ્થિતિમાં ARTOએ ટ્રેક્ટર રોક્યું અને તેના દસ્તાવેજો માંગ્યા. તપાસમાં જાણવા મળ્યું કે ટ્રેક્ટર રાજસ્થાનમાં નોંધાયેલું હતું. ટ્રેક્ટર કૃષિના કામ માટે રજીસ્ટર થયેલું હતું પણ ટ્રોલીનું કોઈ રજીસ્ટ્રેશન નહોતું. જ્યારે ટેક્ટરની પાછળ જઈને જોયું તો અધિકારી પણ દંગ રહી ગયા. કારણ કે, ટ્રોલીમાં ટ્રેનના પૈંડા લગાવવામાં આવેલા હતા. આ ટ્રોલીનું વજન ખૂબ જ હતું. આવી સ્થતિમાં ARTOએ આ વાહન પર 10 લાખ 6000નો દંડ ફટકાર્યો છે. 

આ પણ વાંચો: મહાકુંભ સ્પેશિયલ ટ્રેન પર હુમલો: ઉપદ્રવીઓએ પથ્થરમારો અને તોડફોડ કરી, મુસાફરોમાં દહેશત

વધુ તપાસ કરતા સામે આવ્યું કે, આ ટ્રોલી એક રેલવે આધિકારીને ત્યાં કમ કરતી હતી અને આ માટે વાહનના માલિકને દર મહિને 85000 રૂપિયા મળતા હતા, અને આ ટ્રોલી છેલ્લા 5 વર્ષથી આ રીતે ચલાવવામાં આવી રહી હતી, અને તેનું વજન 12 પૈડાં વાળા ટ્રક જેટલો હોવાની માહિતી મળી છે.

આ ટ્રોલી ખાસ રીતે તૈયાર કરવામાં આવી હતી

આ સમગ્ર મામલે ARTO સુરેશ તિવારીએ જણાવ્યું કે, હું ગત અઠવાડિયે એક ઓફિશિયલ કામ માટે NH-19 એટલે કે બુંદેલખંડ એક્સપ્રેસ પર જઈ રહ્યો હતો. આ દરમિયાન મેં એક ટ્રેક્ટર-ટ્રોલી જોઈ જે સાઈઝમાં ઘણી મોટી હતી અને જેને જોઈને મને શંકા જતાં મેં તેને રોકી અને પેપર તપાસતા જાણ થઈ કે, આ ટ્રેક્ટરનું રજીસ્ટ્રેશન રાજસ્થાનના નાગૌરનું છે અને ટ્રોલીનું રજીસ્ટ્રેશન નથી થયું. જ્યારે મેં ચારે બાજુ ફરીને જોયું તો ખબર પડી કે ટ્રોલીમાં બે મોટી સાઈઝના ટાયર લાગેલા હતા અને સાથે બે ટ્રેનના પૈડાં પણ લાગેલા હતા, આ ટ્રોલી ખાસ રીતે તૈયાર કરવામાં આવી હતી જે રેલના પાટા પર પણ ચાલી શકે આ ગાડીનો ડ્રાઈવર કોઈ કાગળ રજૂ કરી શક્યો નહીં માટે તેના પર દંડ ફટકારવામાં આવ્યો છે.

આવા વાહનો રોડ સેફટી માટે ખૂબ જ ખતરનાક

સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આ ટ્રેક્ટરનું રજીસ્ટ્રેશન રાજસ્થાનનું છે અને કૃષિ કામ માટે તેને ટેક્સ ફ્રી કરવામાં આવ્યું છે અને તે છેલ્લા 5 વરસથી ઉત્તરપ્રદેશમાંફરી રહ્યું છે. આ રીતની જે ટ્રેક્ટર-ટ્રોલી હોય છે તે કોઈ સરકારી માન્યતા પ્રાપ્ત એજન્સી કે મેન્યૂફેક્ચર દ્વારા બનાવવામાં નથી આવતી, આ દેશી ઉદ્યોગ માટે જાતે બનાવી લેવામાં આવે છે અને આવા વાહનો રોડ સેફટી માટે ખૂબ જ ખતરનાક છે.